________________ 1. વતીય સર્ગ.. (57) નિધનપણાદિકના દુઃખથી નિર્વેદ પામેલા તેણે તેવા પ્રકારના ગુરૂને સંગ થવાથી તાપસી દીક્ષા ગ્રહણ કરી. દુષ્કર તપ કર્યો. ત્યાંથી મરણ પામીને તે ધૂમકેતુ નામને જ્યોતિષી દેવ થયો. ત્યાં મોટી ઋદ્ધિવાળા તે મિથ્યાત્વીએ ઘણા પ્રકારનું સુખ જોગવ્યું. અહીં રાજા અને મંત્રી વિગેરેને પ્રતિબધ કરનાર અતિ બળ નામના કેવળી રાજર્ષિ ચિરકાળ સુધી પૃથ્વી પર વિચરવા લાગ્યા. હે ભવ્ય પ્રાણીઓ ! દાનાદિક ધર્મનું અને ચારિત્ર ધર્મનું આ પ્રમાણે ફળ સાંભળીને તમે તે બન્ને પ્રકારના ધર્મને વિષે આદર કરો, કે જેથી કર્મરૂપી શત્રુની જયલક્ષમી તમને પ્રાપ્ત થાય.” આ પ્રમાણે શ્રી તપગચ્છના નાયક શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા “જયશ્રી” શબ્દના ચિન્હવાળા આ રાજાધિરાજ શ્રી જયાનંદ રાજર્ષિના ચરિત્રને વિષે તે રાજર્ષિના પૂર્વના ત્રણ ભવ, નરવીર રાજાના બે ભવ, વસુસાર પુરોહિતનું સ્વરૂપ, અતિબળ રાજર્ષિનું દષ્ટાંત અને ચારિત્ર ધર્મને પ્રભાવ એ વિગેરે વર્ણનવાળો આ બીજો સર્ગ સમાપ્ત થશે.' Jથ તૃતીય: સ: રૂ. નવીન મેઘની સરખી કાંતિવાળા શ્રી નેમિનાથ મને જયલક્ષ્મી આપનાર થાઓ, કે જે માત્ર સ્મરણ કરવાથી જ કલ્યાણરૂપી લતાના અંકુરાને માટે થાય છે. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની મધ્યે રહેલો, અત્યંત શેભાવાળો અને પૂર્વ પશ્ચિમ લાંબો વૈતાઢય નામનો પર્વત છે. વિવિધ પ્રકારના ધાન્યરૂપી ફળે કરીને સહિત આ ભરતક્ષેત્રરૂપી ક્ષેત્રમાં વિધાતાએ વિપત્તિરૂપી પશુને નિષેધ કરવા માટે હમેશાં તે વૈતાઢય રૂપી દંડ ધારણ કર્યો છે તે પર્વત મૂળમાં પચાસ એજન પહોળો છે, ઉપર દશ જન પહોળે છે અને પચીશ જન ઉંચો છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust