________________ ( 44) જયાનંદ કેવળી ચરિત્ર. “અતિ મલિન કાર્ય કરવામાં બળ પુરૂષની બુદ્ધિ અત્યંત - નિપુણ હોય છે. (દષ્ટાંત) ઘુવડની દષ્ટિ અંધકારમાં જ રૂપને જુએ છે.” પછી મંત્રીએ રાજાને કહ્યું કે –“હે નાથ ! આ કઈ દુષ્ટની ચેષ્ટા છે એમ તમે જાણો.” તે સાંભળી રાજા પણ ક્રોધાંધ થઈ અત્યંત કઠોર વચન બોલ્યો કે–“અહો તારે અપરાધ સ્પષ્ટ જોવામાં આવ્યું તોપણ તું આવો ધૃષ્ટ થાય છે? અરે! તું જ દુષ્ટ કેમ નહીં? કે જે વિશ્વાસુ અને સ્વામી એવા મારા ઉપર પણ લુબ્ધ થઈને આવી ચેષ્ટા કરે છે? અરે! પોતાના દેષને બીજા ઉપર ઢાળી શું તું મને છેતરવા ધારે છે?” આ પ્રમાણે કહી રાજાએ તે અસભ્ય લેખ સભાજનોને બતાવ્યું. ક્રોધ રહિત એવા તેઓ મંત્રીને વિષે આ વાત અસંભવિત માનતા છતાં કાંઈ પણ માર્ગ નહીં દેખાવાથી શ્યામ મુખવાળા થઈ મન ધારીને રહ્યા. ત્યારપછી કામ અને ક્રોધથી વ્યાકુળ થયેલા રાજાએ પોતાના સેવકે પાસે મંત્રીને બંધાવીને કેદખાનામાં નંખાવ્યો અને તેના મનને પ્રિય થયેલી તેની બને પ્રિયાએને મંગાવીને પોતાના અંત:પુરમાં રાખી. મંત્રીને બીજે પરિવાર નાસી ગયો એટલે રાજાએ તેને ઘેર સીલ મરાવ્યા. ત્યારપછી પિતાને કૃતાર્થ માનતે રાજા સભાનું વિસર્જન કરી તે મંત્રીની સ્ત્રીઓમાંજ તલ્લીન થઈ બીજા કાર્યોમાં પ્રવર્યો. અહીં કેદખાનામાં મંત્રી ખેદ પાપે સતો વિચારવા લાગ્યો કે-“આ અધમ રાજાને ધિક્કાર છે, કે જે હજારો ઉપકાર કર્યા છતાં પણ ગ્રહણ થઈ શકતા નથી (મારે વશ રહી શકતા નથી) . પરંતુ કહ્યું છે કે : વ 7 વરિ-રથી નારી યમો વિધિઃ | શસ્ત્રાપથ્યામ વિષાક્ષ, ચાર સ્વા મવત્તિ 1 | 286 / “સર્પ, ખળ, રાજા, અગ્નિ, અથી ચાચક, નારી, યમરાજ, વિધાતા, શસ્ત્ર, અપચ્ચ, જળ અને વિષ–એટલા પદાર્થો કેઈને પિતાના થતા જ નથી.” . . . : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust