________________ દ્વિતીય સગે.. (43) પણ નિરંતર પિતાની કુશળતાને વૃત્તાંત નિવેદન કરી અમને હર્ષ પમાડે. હવે કાર્ય એ છે જે તમે જણાવ્યું છે કે “હું વિશ્વાસુ રાજાને અવસર મેળવી બાંધી તેનું રાજ્ય તમને અપાવીશ. તે વખતે તમારે સર્વ સૈન્યનાં પરિવાર વડે આવી પહોંચવું. હાલ હું રાજાના પરિવારને ભેટું છું–ફડું . " ઈત્યાદિ તમે લખ્યું છે તે બાબત જણાવવાનું કે-“તમારે તે કાર્યના વિષયમાં હમેશાં સાવધાન રહેવું, અને તે દિવસ મને જણાવો કે જેથી તે દિવસ ઉપર હું સર્વ સૈન્ય સહિત આવું અને કૃતાર્થ થાઉં.” બીજું તમને મેં અર્ધ રાજ્ય આપવાનું જે સ્વીકાર્યું છે, તે અવશ્ય તમને આપીશ, માટે તે બાબતમાં તમારે સંદેહ કરવાનો નથી. અહીં સર્વદા સમાધાન છે. તમારે ત્યાંનું સમાધાન અને વિશેષ કાર્યાદિક મુખ્ય હકીકત હમેશાં જણાવવી. ઈતિ મંગલં.” આ પ્રમાણે લેખન અર્થ જાણું રાજા ક્રોધ અને વિસ્મયવડે વ્યાપ્ત થયું. તેણે વિચાર્યું કે “અરે! આ અસંભવિત શું? કે જે કદાપિ જોયું કે સાંભળ્યું પણ નથી. આવા શ્રાદ્ધધમી મંત્રીને વિષે પણ શું આવું સંભવે ? શું આ છે કારણ વિનાના કોઈ શત્રુનું ગુપ્ત કપટ છે કે શું? પણ મંત્રીની પ્રિયાઓને ગ્રહણ કરવા ઈચ્છતા મારે આ બાબતમાં વિચાર શા માટે કરે જોઈએ ? જેમ ભૂખ્યાને ભેજન મળે તેમ મને આ દ્વાર મળ્યું છે. તેથી આ તેના અપરાધને લોકમાં પ્રગટ કરી તેની પ્રિયાઓને ગ્રહણ કરૂં. એમ કરવાથી મને ઈષ્ટની પ્રાપ્તિ થશે અને સદ્ભાગ્યે કરીને અપવાદ આવશે નહીં.” આ પ્રમાણે ઘણા કાળ સુધી વિચાર કરી રાજાએ તે લેખ મંત્રીને બતાવ્ય, મંત્રીએ પણ પોતાની બુદ્ધિથી પુરોહિતનો પ્રપંચ જા. કપટબુદ્ધિવાળા બળ પુરૂષોની કેઈ ઠેકાણે ખલના થતી નથી. કારણકે તેઓ બરાબર સંભવે તેવું કપટનું તાંડવ ભજવે છે. अति मलिने कर्तव्ये, भवति खलानामतीव निपुणा धीः। તિમિરે દિ રિાગનાં, પ્રતિ વરે રુણિ " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust