________________ ( 4 ) જ્યાનંદ કેવળ ચરિત્ર પછી કોઈ નિધન બ્રાહ્મણને ઘણું દ્રવ્યવડે લભ પમાડી માયા કપટ શીખવી તેને તે લેખ આપે. પ્રપંચને જાણનાર પુરોહિતે તેને ચાર પળ સુવર્ણ આપ્યું. તે સુવર્ણ અને લેખને લઈ તે નિર્ધન બ્રાહ્મણ બીજે ગામ ગયે. ત્યાં કેટલાક દિવસ રહી દૂર દેશાંતરથી આવનાર પથિકના વેષને ધારણ કરનાર અને ધૂળે કરીને ધુસર થયેલ તે પાછે તે નગ૨માં આવ્યા. નગરના દરવાજામાં પેસતાંજ નીમાયેલા રાજપુરૂએ તેની શોધ કરતાં–જડતી લેતાં તેની પાસે સુવર્ણ સહિત તે લેખ દીઠે. તે સેવકોએ તેને તે લેખનું સ્વરૂપ પૂછ્યું ત્યારે કાંઈ પણ બોલ્યા નહીં, તેથી તેઓ લેખ અને સુવર્ણ સહિત તે બ્રાહ્મણને રાજા પાસે લઈ ગયા. રાજાએ તેને પૂછયું કે–“તું કેણ છે ?" તે બે -“હું નિર્ધન બ્રાહ્મણ છું. દ્રવ્ય ઉપાર્જન કરવાના ઉપાયવડે કલેશ પામતો આજ નગરમાં વસુ છું. એક દિવસ મેં લેકથી સાંભળ્યું કે ગિરિસંગમ નામના નગરમાં સમરવીર નામનો રાજા છે તે દાતાર અને બ્રાહ્મણ વિષે ભક્તિમાન છે. તે રાજા પ્રાત:કાળમાં પહેલ વહેલા આવેલ બ્રાહ્મણને ચાર પળ સુવર્ણ આપે છે. તે સાંભળી લોભથી હું કેટલાક દિવસ પહેલાં ત્યાં ગયો હતો. ત્યાં જઈ મેં રાજાને આશીર્વાદ આપે. તેણે મને પૂછયું કે “તું કયાંથી આવે છે?” કહ્યું કે “રતિવર્ધન નામના નગરથી હું આવું છું.” ત્યારે તે રાજાએ મને સુવર્ણ દઈને આ લેખ આપે, અને મને કહ્યું કે “હે બંધુ ! તે નગરમાં મહિસાગર નામના મંત્રીને આ લેખ તારે આપો. બીજા કોઈને દેખાડો નહી. ત્યારપછી તે લેખ લઈ સુવર્ણ સહિત હું અહીં આવ્યો છું. લેખને વિષે શું લખ્યું છે તે કાંઈ હું જાણતો નથી.” આ પ્રમાણે તે બ્રાહ્મણે કહ્યું ત્યારે તેને રજા આપી રાજાએ તે લેખ ઉઘાડીને વાં. તેમાં આ પ્રમાણે લખ્યું હતું– “સ્વસ્તિશ્રી ગિરિસંગમ નામના નગરથી રાજાધિરાજ શ્રી સમરવીર. શ્રીમાન રતિવર્ધન નગરમાં અમારા અત્યંતર મિત્ર મહામંત્રી શ્રીમાન મતિસાગરને સ્નેહ સહિત આલિંગન કરી પ્રીતિરસના વિસ્તારપૂર્વક આદેશ આપે છે કે અમે સદા કુશળલક્ષમીના આલિંગનથી સુખવાળા થઈ વિજયવંત છીએ. કલ્યાણવાળા તમારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust