________________ - દ્વિતીય સર્ગ.. ( 41 ) - આ પ્રમાણે પુરહિતનું વચન સાંભળી વિસ્મય, આનંદ અને ખેદને ધારણ કરતા રાજાએ વિચાર કર્યો કે-“શું આ સર્વ સત્ય હશે? અથવા સમય આવે સર્વ જણાશે.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ પરહિતને કહ્યું કે –“સમયે યથાયોગ્ય જાણીને તમારા કહેવા પ્રમાણે હું કરીશ.” એમ કહી પ્રસન્ન થયેલા તેને રાજાએ રજા આપી. ત્યારથી આરંભીને રાજાએ “આ મંત્રી ભકત છે કે અભકત છે?” એવા સંશયથી અને તેની પ્રિયાઓની ઈચ્છાથી બાહ્યવૃત્તિએ કરીને જ તેની સાથે મિત્રાઈ રાખવા માંડી. કહ્યું છે કે-યુદ્ધમાં જેમનું હૃદય શત્રુ સુભટનાં શસ્ત્રોવડે ભેદાતું નથી, તેવા શૂરવીરનું પણ હૃદય બળ પુરૂષનાં વચનવડે તત્કાળ ભેદાય છે. પુરૂષના હૃદયમાં પેઠેલો બળ પુરૂષ મિત્રીનો નાશ કરે જ છે. શું હંસની ચાંચ દૂધ અને પાણીનો ભેદ કરતી નથી? સર્વ દુષ્ટ માણસો સત્પરૂષને કષ્ટ આપવાને માટે જ થાય છે, તો પછી રાજાના માનથી ઉન્મત્ત થયેલા દુષ્ટનું તો શું કહેવું ? એકલે પણ અગ્નિ બાળે છે, તે વાયુની સંગતવાળો તે શું ન કરે છે દુર્જન સત્યરૂષના પણ મનને તત્કાળ વિનાશ પમાડે છે. શું નેળીયાના સંચારથી દૂધ વિનાશ નથી પામતું? પામે છે. હવે ગિરિસંગમ નામના નગરમાં પ્રચંડ ભુજાદંડવડે ઉદ્ધત શત્રુઓનો પણ વિનાશ કરનાર સમરવીર નામનો રાજા છે. તેની સાથે એકદા આ નરવીર રાજાને દેશના સીમાડા સંબંધી અને અમુક ગામની માલિકી સંબંધી વિરોધ ઉત્પન્ન થયો. તેથી તે વખતે રાજાના હુકમથી ગામના દરવાજા વિગેરે સ્થળોમાં રહેલા રાજાના મનુષ્ય જતા આવતા લેખહારકેની શોધ કરતા હતા–જડતી લેતા હતા. તે સમયે મંત્રીનો અપકાર કરવા ઈચ્છતા અને શાકિનીની જેમ છિદ્રને શોધતા પરેહિતે અવસર જાણીને એક ખોટે લેખ લખ્યો. 1 કાસીદું કરનારા, કાગળ વિગેરે લઈ જનારા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust