________________ દિતીય સગ: (45) " આ સર્વ રાજાને પ્રપંચ મારી પ્રિયાઓને હરવા માટે જ જણાય છે. આ વાત ભોજનને અવસરે પણ તેની દષ્ટિની ચેષ્ટાથી મેં જાણી હતી. અહા ! ખેદની વાત છે કે આ રાજા નીતિને જાણ નાર, કુલીન અને જૈનધમી છતાં પણ તેણે નિર્દોષ અને સ્નેહવાળા મારા ઉપર પણ કામને લીધે આવી દુષ્ટ ચેષ્ટા કરી. કહ્યું છે કે - विकलयति कलाकुशलं, हसति शुचिं पण्डितं विडम्बयति / अधरयति धीरपुरुष, क्षणेन मकरध्वनो देवः / / 186 // “કામદેવ એક ક્ષણમાં કળામાં કુશળ એવા પુરૂષને વિકળ (ગાંડે) કરી નાંખે છે, પવિત્રને હસે છે, પંડિતની વિડંબના કરે છે અને ધીર પુરૂષને તિરસ્કાર કરે છે.” तावद्देवो वसति हृदये धर्मकर्मापि तावत्तावन्माता गुरुरपि कुलं बन्धुवर्गोऽपि तावत् / यावन्नान्तः प्रतनितनयाः कामभाजामनस्रं, दुर्वारास्ते भुवनजयिनः कामबाणाः पतन्ति / / 190 // “જ્યાં સુધી કામને ભજનારા પુરૂષના હૃદય ઉપર નીતિને નાશ કરનારા, દુ:ખે કરીને વારી શકાય તેવા અને ત્રણ જગતને વિજય કરનારા કામદેવના તે પ્રસિદ્ધ બાણે નિરંતર પડતા નથી, ત્યાં સુધી જ હૃદયમાં દેવ વસે છે, ત્યાં સુધી જ ધર્મ કર્મ કરી શકાય છે અને ત્યાં સુધી જ માતાને, ત્યાં સુધી જ ગુરૂને, ત્યાં સુધી જ કુળને અને ત્યાં સુધી જ બંધુવર્ગને માનવામાં આવે છે.” अहल्यायां जारः सुरपतिरभूदात्मतनयां, प्रजानाथोऽध्यासीदभजत गुरोरिन्दुरबलाम् / इति प्राय को वा न पदमपदेऽकारि न मया / श्रमो मद्वाणानां क इव भुवनोन्माद(थ) विधिषु / / 161 // “કામદેવ કહે છે કે-ઈદ્ધ અહલ્યા નામની તાપસીને જાર શ, બ્રહ્માએ પોતાની પુત્રીની ઈચ્છા કરી અને ચંદ્ર બૃહસ્પતિની P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust