________________ (પ૦૮ ) જયાનંદ કેવળી સરિત્ર. પર આરૂઢ થયા. ચંદ્રબિંબની કાંતિ જેવું ઉજવળ છત્ર તેના સસ્તકપર ધારણ કરવામાં આવ્યું, બને બાજુ ઉજવળ ચામરો વીંઝાવા લાગ્યા, તેની પાછળ ગીતગાન કરતી કોડે વિદ્યાધરીઓનાં વિમાની ચાલ્યાં, અને તેની આગળ કરડે વિદ્યાધર સુભટે સહિત શ્રીજયાનંદ રાજા ચાલ્યા, વિવિધ પ્રકારના બંદીજન તથા નાટકે તેને સુખ ઉપજાવતા હતા, તેના સાહસથી હર્ષિત થયેલા દેવતાઓ ઉચે સ્વરે જયજય શબ્દનો ઉચ્ચાર કરતા હતા, દેવો અને વિદ્યાધરોનાં વિમાનોએ કરીને આકાશમાં નવું જ્યોતિષ ચક પ્રગટ થયું હોય તેવો દેખાવ થયો હતો. દુંદુભિ વિગેરે વાજિત્રના શબ્દવડે દિશાએ ગર્જના કરવા લાગી હતી. આ રીતે મહત્સવ સહિત પગલે પગલે દીનાદિકને દાન દેતા તે વિદ્યાધરચકી ગુરૂએ પવિત્ર કરેલા સર્વની સાથે કેશને લોન્ચ કરી હર્ષથી ગુરૂને નમસ્કાર કરીને તેણે વિજ્ઞપ્તિ કરી કે—“હે પ્રભુ! અમને ભવસાગરથી તારો.” ત્યારે ગુરૂએ રાજ્યાદિકની મમતાને ત્યાગ કરી સંવેગ પામેલા તે રાજાદિકની પ્રશંસા કરીને તેમને વિધિપૂર્વક દીક્ષા આપી આનંદ પમાડ્યો. પછી ગુરૂ મહારાજે દિશાઓના સમૂહને સુગંધી કરનાર વાસણ દેવને તથા રાજદિક સંઘને આપ્યું, તે તેમણે તે સર્વનાં મસ્તકપર નાંખ્યું. પછી ગુરૂએ દીક્ષિત થયેલા તેમને અને શ્રી સંઘને યથાગ્ય હિતશિક્ષા આપી, તે તેમણે મસ્તક નમાવી અંગીકાર કરી. શ્રી જયાનંદ રાજાએ ગુરૂને વંદના કરી ચકાયુધ મુનિને પણ વંદના કરી, તથા મન વચન અને કાયાની શુદ્ધિ સહિત બુદ્ધિમાન એવા તે રાજાએ ચક્રીમુનિને ભક્તિપૂર્વક ખમાવ્યા. એ જ પ્રમાણે તે રાજાએ બીજા સર્વે મુનિઓને પણ વંદનાપૂર્વક ખમાવ્યા. પછી પરિવાર સહિત રાજા અને ચકવેગ વિગેરે સર્વે પિતાપિતાને સ્થાને ગયા. મોટા પરિવાર સહિત ગુરૂએ પણ આકાશ માગે અન્ય સ્થળે વિહાર કર્યો. તેમની પાસે ચકાયુધ વિગેરે મુનિઓએ ચરણસીત્તરી અને કરૂણસીત્તરી પૂર્વક ગ્રહણ અને આસેવના નામની બન્ને પ્રકારની શિક્ષા ગુરૂ પાસેથી ગ્રહણ કરી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust