________________ ચૌદમે સગ. (17) તમારી ઈચ્છા પ્રમાણે આપે. મેં કઈકની પાસેથી સાંભળ્યું હતું કે “તમે આ વૈતાઢ્ય પર્વત સહિત અધ ભરતક્ષેત્રના નાયક થશો એમ જ્ઞાનીઓએ કહ્યું છે.” તેથી તેમને આ રાજ્યપર અભિષેક કરી મારૂં મનવાંછિત કરવાને હું ઈચ્છું છું. તમે મારી પ્રાર્થનાને ભંગ કરશો નહીં અને મને ધર્મમાં વિઘ કરશે નહીં.” આવાં તેમનાં વચન સાંભળી શ્રી જયાનંદ રાજાએ મન ધારણ કર્યું, અને ખેચરચકીએ અધિકારીઓ પાસે અભિષેકની સર્વ સામગ્રી તૈયાર કરાવી. ત્યારપછી પવનવેગ વિગેરે કરડે વિદ્યારે સહિત ખેચરચક્રીએ શ્રી જયાનંદ રાજાને મણિમય સિંહાસન પર બેસાડ્યા, અને ચક્રીપદને વિષે જેમ ચકવતીને અભિષેક કરે તેમ મહિમાવડે ઇદ્રની લક્ષમીના વિસ્તારને જીતનારા એવા અત્યંત મોટા ઉત્સવ પૂર્વક તેમને પિતાના રાજ્યપર સ્થાપવારૂપ અભિષેક કર્યો. પછી તે ખેચરચકીએ જયાનંદ રાજાને પોતાને ચકવેગ નામને રાજ્યને લાયક પહેલે પત્ર, બીજા સર્વ પત્ર, સર્વ ખજાનો અને સૈન્ય વિગેરે અર્પણ કર્યું. પછી ખેચરચક્રી અને બીજા સર્વ વિદ્યાધરેએ શ્રીજયાનંદ રાજાને પ્રણામ કર્યા. તે વખતે તે રાજા જાણે ઇંદ્રની બીજી મૂર્તિ હોય તે શોભવા લાગે. ત્યારપછી ખેચરચક્રી ચક્રાયુધ જિનેશ્વરેના ચિત્યને વિષે અષ્ટાહિકા મહોત્સવ કર્યો, ચતુર્વિધ સંઘની યથાગ્ય પૂજા કરી, દીન જનને વાંછિત દાન આપી દીનતા રહિત કર્યા, એક માસ સુધી અમારીની આઘોષણા કરાવી, પિતાની સાથે દીક્ષા લેવાની ઈચ્છાવાળા વિદ્યાધરનાં વિદ્ગોને દૂર કરી તેમને આઘાષણ વિગેરે વડે દીક્ષામાં સજજ કર્યા. તે વખતે તેમની સાથે મોટી સમૃદ્ધિવાળા આઠ હજાર ખેચર રાજાઓ, તથા સોળ હજાર ખેચરીઓ દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થઈ. ત્યારપછી જેમ ઈંદ્ર તીર્થકરને દીક્ષામહેત્સવ કરે તેમ ચકવેગાદિક સહિત શ્રીજયાનંદ રાજાએ તેમને દીક્ષા મહોત્સવ કર્યો. દીક્ષા લેવાના દિવસે ખેચરચક્રી પ્રાતઃકાળે મંગલિક સ્નાન કરી, દેવદૂષ્ય વસ્ત્રો પહેરી, સર્વ અલંકારો વડે ભૂષિત થઈ સાથે દીક્ષા લેનારા વિદ્યાધરાદિક સહિત મોટા વિમાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust