________________ (506) જયાનંદ કેવળી ચરિત્ર. કરી તે રાજાએ નમ્રતાથી પૂછયું કે –“હે પ્રભુ! આ ભવમાં કર્મ ક્ષય કરવામાં સમર્થ એવી સર્વવિરતિને હું ગ્રહણ કરી શકીશ કે નહીં?” ત્યારે સૂરિ મહારાજે પણ જ્ઞાનના અતિશય વડે તેના ભવનું સ્વરૂપ જાણુને કહ્યું કે " હે રાજા ! ભેગના ફળવાળા કર્મને ભોગવીને પછી તું સાધુ ધર્મ અંગીકાર કરીશ.”તે સાંભળી રાજાએ હર્ષ પામી તે નિયમો અને ગુરૂને ઉપદેશ યથાયેગ્યપણે અંગીકાર કર્યો. * ત્યારપછી વિદ્યાધરચક્રીએ ગુરૂને નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી કે–“હે ભગવાન! તમારી વાણીથી હું પ્રતિબંધ પામ્યો છું, અને પહેલાં પણ પરાભવ પામવાથી રાજ્યભેગને વિષે મારી બુદ્ધિ કાંઈક વિરક્ત થઈ છે, તેથી તમારી પાસે જ હું પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઈચ્છું છું, માટે જ્યાં સુધી હું મારા રાજ્યની વ્યવસ્થા કરીને તમારી પાસે આવું ત્યાં સુધી મારાપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી તમે અહીં જ રહેજે.” આ પ્રમાણે તેણે વિજ્ઞપ્તિ કરી; તે ગુરૂમહારાજે સ્વીકારી. પછી તે વિદ્યાધરચકી, શ્રી જયાનંદ રાજા અને બીજા સર્વે લેકે ગુરૂને નમસ્કાર કરી હર્ષ પામતા પિતપતાને સ્થાને ગયા. હવે વિદ્યાધર ચકીએ મંત્રી વિગેરેની સાથે વિચાર કરી શ્રીજયાનંદ રાજાને બોલાવી તેને નમ્રતાપૂર્વક કહ્યું કે“મારે પરાજય કરવાના પરાક્રમથી તમે જે આ વૈતાઢ્ય પર્વતનું રાજ્ય ખરીદ કર્યું છે, તેના જ અનુવાદને માટે આજે તમે તેને અભિષેક અંગીકાર કરો.” ત્યારે શ્રીજયાનંદરાજાએ કહ્યું કે –“હું મારા રાજ્યની લક્ષ્મીથી જ સંતુષ્ટ છું, મારે તાત્યના રાજ્યનું કાંઈ પણ પ્રજન નથી. તેથી આ તમારું રાજ્ય તમારા પુત્રોને આપે. પિતાના રાજ્યને માટે પુત્રજ યોગ્ય છે. વળી હું ઘર રહ્યા છતાં પણ તમારી જેમ તેમનું રક્ષણ કરીશ.” આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળી ખેચરેશ્વર બેલ્યા કે–“આ પુત્રને પણ મેં તમારા ખોળામાં જ મૂક્યા છે, અને આ રાજ્ય પણ તમને જ આધીન કરું છું. તે પણ તેમને 1 સત્ય કરવાને માટે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust