________________ ચૌદમો સર (509) અહીં ચકવેગ અને પવનવેગ વિગેરે વિદ્યાધરરાજાઓથી સેવાતા શ્રી જયાનંદ રાજાએ મોટા સૈન્ય સહિત પ્રયાણ કરી વૈતા લ્ય પર્વત પર રહેનારા અને બીજા પર્વતે વડે યુક્ત એવા દ્વીપોને વિષે રહેનારા જે જે ખેચરો તેની સેવા કરવા આવ્યા હતા તે સર્વને લીલાવડે જીતી લીધા. આ પ્રમાણે ગગનવલ્લભ નગરમાં રહી વિદ્યાધરેનું ચક્રવતી પણું ભેગવતાં તેને કેટલાક કાળ સુખમય વ્યતીત થયે. તેવામાં એકદા મધ્ય રાત્રિને વિષે તે જયાનંદ રાજા નિદ્રામાં હતા, તે વખતે તેમને કઈ દેવે આવીને કહ્યું કે–“હે રાજા ! ઉઘો છો કે જાગે છે?ત્યારે રાજાએ કહ્યું કે –“જાગુ છું.” એટલે તે દેવે કહ્યું કે તમે જેને પ્રતિબંધ પમાડ્યો હતો, તે ગિરિચૂડ નામને હું દેવ છું; તો હે રાજા ! જે કારણે હું અહીં આવ્યો છું, તે તમે સાંભળો–તમે જે તાપસોને પ્રતિબોધ કરી શ્રાવકધર્મ અંગીકાર કરાવ્યો હતો, તે તાપસો ત્યાં આવેલા શ્રી હેમપ્રભ નામના ગુરૂની પાસેથી ધર્મદેશના સાંભળીને અત્યંત સંવેગ પામ્યા છે. તેથી તેઓ પ્રવ્રજ્યા લેવા તૈયાર થયા છે. પરંતુ તે તાપસીનો પતિ તાપસસુંદરીના પ્રતિબંધથી પ્રત્રજ્યા લઈ શકે તેમ નથી અને તેના પ્રતિબંધથી બીજા સર્વ તાપસ પણ પ્રવ્રજ્યા લેવા શક્તિમાન થાય તેમ નથી. તે હે રાજા! તમે ત્યાં શીધ્રપણે આવી તે તમારી પ્રિયા તાપસસુંદરીને લઈ જાઓ. તેને તમે લઈ જશે એટલે તેઓ ધર્મના અંતરાય રહિત થવાથી સુખે પ્રવ્રજ્યા ગ્રહણ કરશે. તેમજ તેવી નિરપરાધી પ્રિયાને વિયેગનું દુ:ખ પણ દૂર થશે. તેને હવે વિયેગમાં રાખવી તે તમને એગ્ય નથી. તે તાપસોએ ત્રણ ઉપવાસ કરીને મારું આરાધન કરી મને તસને બોલાવવા માટે અહીં મોકલ્યો છે. અને મેં જ્ઞાની. ગુરૂની વાણીથી તમને અહીં રહેલા જાણ્યા છે, તેથી અહીં આવી . મેં તમને આ વાત જણાવી છે.” આ પ્રમાણે કહી તે દેવ અદશ્ય થયો, એટલે રાજા તે પ્રયાના શ્રેષ્ઠ ગુણોનું સ્મરણ કરી તથા માતાપિતાને પણ સંભારી તેમને મળવા માટે જવાને ઉત્કંઠિત થયા. પછી પ્રાતઃકાળ થયું એટલે મુખ્ય મુખ્ય વિદ્યાધરને બોલાવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust