________________ (474), જ્યાનંદ કેવળી ચરિત્ર. તેને શીધ્રપણે બાવડે હણી તેને રથ ભાંગી ઝરતા રૂધિરવાળા તેને પૃથ્વી પર પાડી દીધો. એ પ્રમાણે રાજાએ તેને એક્વીશ વાર પરાભવ કર્યો, તેપણ તે રણસંગ્રામથી વિરામ પામ્યું નહીં. “અહો ! વીરદ્રત પાળવાનો આગ્રહ આશ્ચર્યકારક છે.” હવે રાજાએ ચકવતીના રથને આ પ્રમાણે ભાગેલા જોઈ સૂર્ય પોતાના રથને પણ ભાંગી નાંખશે એમ જાણી ભયથી અસ્તાચળ પર જઈને અદશ્ય થયો. તેથી બન્ને સે પિતપોતાના સ્વામીના આદેશવડે રણસંગ્રામથી વિરામ પામ્યા અને સ્કંધાવારમાં આવી પ્રથમની જેમ પીડાયેલા દ્ધાદિકને તથા શસ્ત્રાદિકને સજજ કર્યા. હવે ચાકીએ પોતાને સ્થાને આવી પિતાના પુત્રના બંધનથી શોકાતુર થઈ તેમના મોક્ષના ઉપાય માટે પોતાના મંત્રીએને પૂછ્યું. ત્યારે તેઓએ ખેચરચક્રીને પરિણામે હિતકારક એવું વચન કહ્યું કે –“હે સ્વામી! જેણે તમારા કુમારોને બાંધી લીધા તે શ્રીજયાનંદ રાજા પોતેજ સંભવે છે, તે કોઈ સ્ત્રી નથી. તે હવે મુગટ અને કંકણને ધારણ કરવા સંબંધી તેવા પ્રકારને તમારે કદાગ્રહ મૂકી ઘો, અને કન્યાને આપીને અથવા ન આપીને પણ તમે તમારા દુર્વચન સંબંધી માફી માગો. તે રાજા ઉત્તમ અને કૃપાળુ હેવાથી તમારા પુત્રને મુક્ત કરશે, અને તમારા રાજ્યની તેને સ્પૃહા નહીં હોવાથી તે પિતાને કૃતાર્થ માની પિતાને સ્થાને ચાલ્યા જશે.” આવું મંત્રીઓનું વચન સાંભળી પિતાની કરેલી પ્રતિજ્ઞા મૂકવાને નહીં ઈચ્છતા એવા તે અભિમાની શકીએ તેઓને રજા આપી. પછી એક દૂતને સારી રીતે શીખવી પવનવેગ પાસે મોકલ્યો. તેણે જઈ પવનવેગને કહ્યું કે–“હે શ્રેષ્ઠ પુરૂષ! ચકી તને આજ્ઞા આપે છે કેતારા જમાઈએ મારા પુત્રો બાંધ્યા છે એમ મેં લેકેથી જાણ્યું છે તેથી હવે સંધિ કરીને તું તેનાથી બંધાયેલા મારા પુત્રોને છોડાવ. તે તારા જમાઈને હું પાંચસે કન્યા સહિત મારી કન્યાને આ પીશ, તથા અર્ધ વૈતાઢ્યનું રાજ્ય આપીશ. માત્ર સાત જ દિવસ તેણે મારો આપેલો મારા નામવાળો મુગટ ધારણ કરે. આ પ્રમાણે કરવાથી જીંદગી પર્યત આપણું પ્રીતિ રહેશે.” આ પ્રમાણે દૂતનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust