________________ તેરમે સર્ગ (473 ) વિદ્યાએ આપેલાં ચકીનાં નવાં નવાં ધનુષ્યોને રાજાએ છેદી નાંખ્યાં. ત્યારે ખેચશ્વરે રણસંગ્રામરૂપી સમુદ્રના કિનારારૂપ શૂળને રાજાપર મૂકયું, તેને લાકડાવડે લાકડાની જેમ રાજાએ શૂળવડે જ ભેદી નાંખ્યું. પછી ચકીએ તેના પર હજાર ભારનો લોઢાનો ગોળ મૂક, તેને પણ રાજાએ લાડુવડે લાડુની જેમ ગોળાવડે જ ભાંગી નાખે. પછી રાજાએ ગદાવડે ચક્રીને રથ ભાંગી નાંખ્યો, ત્યારે ચક્રીએ પણ ગદાવડે જ તેને રથ પણ ભાંગી નાંખે. તે એગ્ય જ થયું. કેમકે જે પોતે કર્યું હોય તે પિતાને જ ભોગવવું પડે છે. પછી ખેચરચક્રી સૂર્યહાસ અને ઉંચું કરી રાજા તરફ દેડ્યો, એટલે રાજા પણ ચંદ્રહાસ ખ લઈ સામા દોડ્યા. તે વખતે તે બન્ને ખખડી યુદ્ધ કરવા લાગ્યા. ત્યારપછી તે બન્ને વીરાએ ચિરકાળ સુધી અનુક્રમે દંડાદંડી, ગદાગદી, મુગરામગરી, મુષ્ટામુષ્ટી અને પદાપદી યુદ્ધ કર્યું. પરંતુ આ યુદ્ધમાં કેઈએ કેઈને પરાજય કર્યો નહીં. બે સિંહના પરસ્પર યુદ્ધમાં જલદી જય મળવો દુર્લભ હોય છે. ત્યારપછી ધનુષ્યધારી ચક્રવતીએ ફરીથી વિદ્યાએ કરેલા રથમાં બેસી બાણોને વરસાદ વરસાવ્યું, અને રાજાએ પણ તે જ પ્રમાણે તેના પર બાણોને વરસાદ વરસાવ્યુંતે વખતે ક્રોધ પામેલા રાજાએ મોટા બળથી એવી રીતે બાણ મૂક્યાં, કે જેથી તે બાણેએ જ ચકીને રથમાંથી ઉપાડી પૃથ્વી પર લટાવી દીધો, અને શેર્યને કહેનારી ગદાના - પ્રહારવડે તેને રથ ભાંગી નાંખે એટલે ફરીથી પ્રથમની જેમ વિ. " ઘાએ આપેલા નવા રથમાં બેસી તે ચકી બાણાવડે યુદ્ધ કરવા લાગ્યો. ' તેમાં પણ રાજાએ બાવડે તેનું બખ્તર ભેદી શરીર વીંધી પૂર્વની રીતે જ તેને રથ ભાંગી રૂધિરથી વ્યાપ્ત થયેલા તેને પૃથ્વી- ' પર લેટા, ત્યારે ફરીથી પણ વિદ્યાના બળથી પ્રાપ્ત થયેલા નવા બખ્તર, ધનુષ અને રથને ધારણ કરી ક્રોધથી દુર્ઘર્ષ એ તે ચકી દુર્ધર યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે પણ તેજ પ્રકારે રાજાએ 1 પગવડે 2 દુઃખે કરીને પરાભવ પમાડી શકાય. 3 દુઃખે કરીને ધારણ કરી શકાયસહી શકાય એવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust