________________ તેરમો સર્ગ. (ક૭૫) વચન સાંભળી પવનવેગે જઈ રાજાને તે વૃત્તાંત કહો, અને તેમણે આપેલો ઉત્તર અંગીકાર કરી દૂત પાસે આવીને તેણે કહ્યું કે –“હે દૂત ! તું જા, અને તારા સ્વામીને કહે કે–તારા પુત્રને બાંધનાર કહે છે કે–તારી કન્યાઓ વડે કે અર્ધ વૈતાઢ્યના રાજ્યવડે મારે કાંઈ પણ પ્રોજન નથી, પરંતુ તું જ મારા નામના ચિન્હવાળા મુગટને સાત દિવસ ધારણ કર, અને હું તને ભરતાર્થનું રાજ્ય આપું. એ રીતે આપણી સર્વદા સંધિ હે.” આ પ્રમાણે તેનો ઉત્તર સાંભળી તે જઈ ચઢીને તે વૃત્તાંત કહ્યો, એટલે ક્રોધ પામીને ચક્રીએ વિચાર્યું કે –“આ હમણાં જીતેલો હોવાથી ગર્વિષ્ટ થયો છે, તેથી સંધિ કરશે નહીં; અથવા તો આ કાંઈ ચક્રવતી, ઈદ્ર કે વાસુદેવ નથી, કેવળ મનુષ્યજ છે. તે મારૂં ચક જોઈ લજજા પામી શીધ્ર નાશી જશે; તેથી બીજાં શસ્ત્રોથી ન જીતી શકાય તેવા તેને પ્રાત:કાળે વિદ્યાના આયુધવડે હણું મારા પુત્રોને મૂકાવીશ. એમ થવાથી મારો યશ પણ વિસ્તાર પામશે.” ત્યારપછી સર્વ સુભટોએ રાત્રીમાં નિદ્રાનું સુખ લીધું; પરંતુ વિષયના સુખ જેવું તે અનિત્ય નિદ્રાસુખ પણ પ્રાત:કાળે થતાં જતું રહ્યું. ઇતિ શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રને વિષે શ્રી જયાનંદ રાજા અને વિદ્યાધર ચકવતના યુદ્ધના અધિકારમાં પાંચમા દિવસના યુદ્ધને વિસ્તાર સમાપ્ત થયે. છઠ્ઠો દિવસ. ત્યારપછી પ્રાત:કાળ થતાં “ઘુવડને ત્રાસ પમાડતા મને જોઈ વીરે પિતાના શત્રુઓને સ્પર્ધા સહિત ત્રાસ પમાડે.” એમ વિચારી સૂર્ય ઉદય પામ્યા. તે વખતે બને સેનામાં પ્રલય કાળના મેઘની ગર્જનાનો તિરસ્કાર કરવામાં અગ્રેસર એ રણવાજિત્રનો નાદ વિકાસ પામે. તે નાદને સાંભળી અને સેનાઓના યોદ્ધાએને ઉત્સાહ વૃદ્ધિ પામે, અને નાંદીને સાંભળી નટોની જેમ તેઓ રણાંગણમાં આવ્યા. સર્વ સામગ્રી સહિત યુદ્ધ કરતા સમગ્ર સુભટો થોડા શસ્ત્રોવડે ઘણું શત્રુઓને હણવાથી બે પ્રકારે કીનાશ 1 કંજુસ અને યમરાજ. ચેડા શસ્ત્ર વાપરવાથી કંજુસ અને હણવાથી યમરાજપણું પામ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust