________________ (૪જર), જયાનંદ કેવળી ચરિત્ર બીજા દિવસનું યુદ્ધ હવે સુભટને આલિંગન કરીને નિદ્રારૂપી સ્ત્રી સુખે વિલાસ કરતી હતી, તેણીને રાત્રીને છેડે સપત્ની તુલ્ય રણચિંતા દૂર કરી. હજુ સુધી જેમના ચિત્તમાં યુદ્ધનું કેતુક સંપૂર્ણ થયું નથી એવા વીરેને હું શા માટે વિન કરૂં? એમ વિચારીને રાત્રી ક્ષય પામીજતી રહી. એટલે કેણુ ભગ્ન થયા? કે મરણ પામ્યા? કેણ નાસી ગયા અને કોણે જય મેળવ્યું? એ સર્વ જાણે જેવાને ઈચ્છતો હોય એમ સૂર્ય ઉદયાચળ પર આરૂઢ થયો. તે વખતે પ્રથમ દિવસની જેમ બન્ને સેન્યમાં રણવાજિ વાગવા લાગ્યા, અને બન્ને સૈન્ય મોટા ઉત્સાહથી તૈયાર થયા. બન્ને સૈન્યના અગ્રભાગે પોતપોતાના સેનાપતિ અને મધ્ય ભાગે પોતપોતાના નાયક પ્રથમ દિવસની જેમ રહેલા હતા. પછી તે બન્ને સૈન્ય પરસ્પર એકઠા થઈ યુદ્ધ કરવા લાગ્યા. તેમાં વીરોએ મૂકેલા બાણો આકાશમાં ચોતરફ વ્યાપી ગયા, તે જાણે કે ઉત્પાત (પ્રલય)કાળે ઉત્પન્ન થયેલા પાંખોવાળા સર્પ હોય તેમ શેભવા લાગ્યા. કેટલાક ધુરંધર વીરેના બાણે શ્રેણિમાં રહેલા સર્વ શત્રુઓને ભેદીને પણ આગળ ચાલ્યા, તેને પર્વતના શિખરોએ જ અટકાવ્યા. સુભટના બાણસમૂહો આકાશમાં, પૃથ્વી પર, સર્વ દિશાઓમાં, વૃક્ષો ઉપર અને પર્વતના શિખર ઉપર સર્વ ઠેકાણે વ્યાપી ગયા, તેથી આખું જગત બાણમય થઈ ગયું. અહો ! એક જાતના જ શસ્ત્રને ધારણ કરવાના વ્રતવાળા કેટલાક સુભટો શત્રુઓના ગદા, મુગર અને ચકાદિક શસ્ત્રોને પણ કેવળ બાણો વડે જ છેદતા હતા. શત્રુનાં ઘણાં શસ્ત્રોને વારંવાર પેદવાથી ઉદ્વેગ પામેલા કેટલાક સુભટેએ ક્રોધથી શસ્ત્રોને ગ્રહણ કરવામાં અને મૂકવામાં સમર્થ એવા શત્રુઓના હાથ જ બાણેવડે છેદી નાંખ્યા. કેટલાકવીરે સુભટોના બાણોથી વ્યાકૂળ થયા અને કેટલાક વીરો શસ્ત્રને ગ્રહણ કરવામાં અને મૂકવામાં અશક્ત થયા, ત્યારે તેઓએ માત્ર મુખવડે તૃણ જ ગ્રહણ કર્યું. જેમાં શ્રીકૃષ્ણ એક જ બાણવડે એકીસાથે સાત તાલવૃક્ષોને વીંધ્યા હતા, તેમ કેટલાક વિરોએ એક જ બાણવડે સમાન શ્રેણિમાં રહેલા ઘણા હાથી, ઘેડા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust