________________ તેરમે સર્ગ. ( 443) વિગેરેને વીંધી નાંખ્યા. જેમ અગ્ય વચન બોલતા બળ પુરૂષને તેમના મુખ પર લાત મારી નિષેધ કરાય છે, તેમ બાને મૂકતા એવા શત્રુઓના ધનુષ્યને કેટલાક વીરોએ પિતાના બાવડે છેદીને જ તેને નિષેધ કર્યો. જેમ વાદીઓ તર્કવડે પ્રતિવાદીઓના તર્કને છેદી નાંખે છે, તેમ કેટલાક વીરા શત્રુવીરેના આવતા અને પોતાના શરોવડે જ છેદતા હતા. કેટલાક ધીર ધુરંધરોએ કળાવડે જે બાણે મૂક્યા, તે બાણે શત્રુને હણું આકાશમાં ગયા, તે જોઈ ભય પામેલા દે મુશ્કેલીથી નાશી ગયા. વીરના બાણોથી છેદાયેલા સુભાટેનાં મસ્તકે આકાશમાં ગયાં, તે જાણે કે યુદ્ધ જેનારી દેવીઓના મુખરૂપી ચંદ્રોને ગ્રાસ કરવા રાહુ આવતા હોય તેમ શોભતા હતા. શરીરમાં ચૂંટી ગયેલા વીરના બાવડે રણભૂમિમાં ઉડતા સુભટો જાણે શરીર સહિત સ્વર્ગમાં જવાની ઈચ્છાથી પાંખવાળા થયા હોય તેમ શોભતા હતા. બખ્તર ધારણ કરેલા કેટલાક વીરોના શરીરમાં બાણો ચૂંટી ગયા, તે બાણો જાણે કે વેરને લીધે ગરૂડને પ્રસવા માટે સર્પો એકઠા થયા હોય તેવા શોભવા લાગ્યા. વીરાએ મૂકેલા બાણે મોટા હાથીઓના શરીરમાં ચૂંટી ગયા, તેથી જાણે ચોતરફ દુર્વા કરો જેમાં ઉગેલા હોય એવા ચળાચળ પર્વતની જેવા તેઓ શોભવા લાગ્યા. વીરના બાવડે હણાયેલા હોવાથી રૂધિરને ઝરતા (અવતા) કેટલાક હાથીઓ પૃથ્વી પર પડ્યા હતા, તે જાણે કે ગેમિશ્રિત નિઝરણાંવાળા પર્વતો હોય તેવા લાગતા હતા. ભુજાબળવાળા વીરોએ ઉછાળેલા અશ્વો આકાશમાં ગયા, તે જાણે કે ગરૂડધ્વજ (વિષ્ણુ) ને મળવાની આશાથી શરીરમાં અર્ધા પેઠેલા બાણેવડે પાંખોવાળા થયેલા હોય તેવા શોભતા હતા. વીરોના બાણેથી ભેદાયેલા વિમાનના અવયે આકાશમાંથી નીચે પડતા હતા, તે જાણે કે તુષ્ટમાન થયેલા દેવોએ વરસાવેલા પુષ્પો હોય તેવા શોભતા હતા. પહેલે દિવસે ખેચરચક્રીના દ્વાએ ભગ્ન થયા હતા તેથી ઉત્પન્ન થયેલા અધિક ક્રોધવાળા તેઓએ વિવિધ શસ્ત્રોની વૃષ્ટિ કરી 1 ધના અંકુરા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust