________________ તેરમે સર્ગ. (441) લાગ્યા અને જયની પ્રાપ્તિથી હર્ષ પામેલા સુભટો ઘંઘાટ કરવા લાગ્યા. પોતાના સમાન નામવાળા શત્રુના શૂરાઓને રણમાં પરાભવ થયો, તે જેવાને અસમર્થ થયેલ શૂર (સૂર્ય) પશ્ચિમ સમુદ્રમાં પડયો. ત્યારપછી પોતપોતાના સેનાપતિની આજ્ઞાથી સર્વ વીરે યુદ્ધને ત્યાગ કરી જેમ પક્ષીઓ માળામાં જાય તેમ પોતપોતાના ઉતારામાં ગયા. ત્યારપછી કુમારે કૃપાવડે કંઠે રહેલા પ્રાણવાળા પત્તિ, હાથી અને અધાદિક કે જેઓ રણભૂમિમાં પડેલા હતા અને શસ્ત્રના ઘાતથી પીડા પામતા હતા, તેમને પોતાના સેવકો પાસે સભ્યશ્ન પ્રકારે બન્ને સૈન્યમાં શોધાવી તેમને ચિહેવડે જીવતા જાણી પોતાના અને શત્રુના વિભાગના સર્વને પિતાની ઔષધિના જળસિંચનવડે સાવધ કરાવ્યા. “મોટા પુરૂષની દયા આવી જ હોય છે.” આ પ્રમાણે રણભૂમિની શુદ્ધિ કરી પોપકાર કરવામાં તત્પર કુમાર ખેચરચકીને પુષ્કળ ઔષધિનું જળ મોકલાવી પરિવાર સહિત પોતાને ઉતારે ગયા. તે વખતે હર્ષ પામેલા બંદીજને તેના જયના ઉત્કૃષ્ટ ગુણની સ્તુતિ કરવા લાગ્યા. કુમારરાજરૂપી સ્ત્રીના સૈન્યમાં જે સુભટોએ યુદ્ધમાં જય મેળવ્યું હતા, તેમને વૃદ્ધ સ્ત્રીઓએ હર્ષથી મંગળ કર્યા. ચકાયુધ રાજા પણ રણભૂમિની શુદ્ધિ કરી પરિવાર સહિત પિતાને ઉતારે ગયે. પોતાની વિદ્યાના બળવડે અને કુમારરાજે આપેલા જળવડે પણ શલ્યવાળા છતાં જીવતા એવા પોતાના સમગ્ર દ્ધાઓને સજર્યા. પછી રાત્રીએ બન્ને સૈન્યમાં રણસંગ્રામથી થાકી ગયેલા સુભટ અને હાથી વિગેરે તિર્યો યથાગ્ય આહાર કરી સુખનિદ્રા પામ્યા. આ પ્રમાણે શ્રી જયાનંદ ચરિત્રને વિષે ચકાયુધ નામના વિદ્યાધર ચક્રવર્તીના યુદ્ધના અધિકારમાં સામાન્યથી પ્રથમ દિવસનું યુદ્ધ કહ્યું. 1 શર એટલે શરીર અને સૂર્ય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust