________________ ત્રણ સ 13. જે શાંતિનાથ પ્રભુ સ્મરણ કરવા માત્રથી પણ ત્રણ જગતના સમગ્ર દુઃખરૂપી અંધકારના સમૂહને નાશ કરે છે, તે નવીન સૂર્ય સમાન શ્રી શાંતિનાથ ભગવાન પાપરૂપ વિઘના સમૂહને શાંત કરે. એકદા પવનવેગની સાથે આઠ ખેચરરાજાઓએ આવી શ્રી જયાનંદ રાજાને નમસ્કાર કર્યા. તેમને રાજાએ ક્ષેમકુશળના પ્રશ્નાદિકવડે હર્ષ પમાડી ગ્ય આસન પર બેસાડ્યા, પછી પવનવેગે તેમને વૃત્તાંત આ પ્રમાણે કહ્યો–“હે કુમારરાજ! અહીં ભેગપુર 1, વજપુર 2, રત્નપુર 3, મણિધામપુર 4, વીર. પુર 5, રત્નાલયપુર 6, કનકકૂટપુર 7, અને ગિરિચૂડપુર 8, આ આઠ નગરોએ કરીને આ વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિ શોભે છે. આ આઠે નગરના અધિપતિઓ અનુક્રમે આ ભેગરતિ 1, ચંદ્રબાહુ 2, મહાબાહુ 3, ચંદ્રગ 4, રવિપ્રભ 5, રત્નચૂ 3 6, તડિકૅગ 7 અને ચંદ્રાભ 8 નામના રાજાઓ છે. તે સર્વને મળીને બત્રીશ પુત્રીઓ છે, એટલે કે આ દરેક રાજાને ભિન્ન ભિન્ન પ્રિયાએથી ઉત્પન્ન થયેલી ચાર ચાર પુત્રીઓ છે. તે સર્વે પુત્રીઓ પ્રાયે દૈવયોગથી વય, રૂપ, કળા અને ગુણે કરીને સમાન છે. જ્યારે અપ્સરાઓ અને તે પુત્રીઓ પરસ્પરનાં રૂપોને જુએ છે ત્યારે પહેલીની એટલે અપ્સરાઓની દષ્ટિ નિમેષ રહિત થઈ જાય છે અને બીજી એટલે તે કન્યાઓની દષ્ટિ નિમેષ સહિત થાય છે. તે સર્વ કન્યાઓ એક સાથે જ કીડા, વિદ્યા, કળા અને અભ્યાસ કરતી હતી, તે વખતે તેઓએ પરસ્પરના પ્રેમને લીધે એક જ પતિ સાથે પરણવાની પ્રતિજ્ઞા કરી છે. 1 અર્થાત કન્યાઓનું રૂપ એટલું બધું મનોહર છે કે જેથી અપ્સરાઓની દ્રષ્ટિ નિમેષ રહિત થઈ, અને અપ્સરાઓનું રૂપ જોતાં કન્યાઓની દ્રષ્ટિ આશ્રર્ય નહીં પામવાથી નિમેષવાળી જ રહી. પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust