________________ (408); જયાનંદ કેવળી ચરિત્ર. પાંચમા વ્રતની શુદ્ધિવડે કેશલને જીવ ( મણિશેખર મુનિ) મોક્ષલક્ષમી પાપે, અને જયાનંદ રાજા પણ પરસ્ત્રીની ઈચ્છા રહિત હોવાથી ઠેકાણે ઠેકાણે અનેક પ્રકારની સંપત્તિ પામ્યા. આ પ્રમાણે જૈનધર્મનું ફળ જાણુને તે ધર્મ કરવામાં હે ઉત્તમ જનો ! તમારે અત્યંત ઉદ્યમ કર, કે જેથી બાહ્ય અને અભ્યતર બન્ને પ્રકારના શત્રુઓની વિજયલક્ષ્મી મેળવીને શીધ્રપણે મોક્ષસુખની સંપત્તિ પામી શકે. આ પ્રમાણે તપગચ્છના નાયક પૂજ્ય શ્રી દેવસુંદર સૂરિના શિષ્ય શ્રી જ્ઞાનસાગર સૂરિના શિષ્ય શ્રી સમસુંદર સૂરિના શિષ્ય શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા “જયશ્રી” એ શબ્દના ચિન્હવાળા શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના આ ચરિત્રને વિષે બારમે સર્ગ સમાપ્ત થયે. આ સર્ગમાં પાંચમા વ્રતને નિરતિચાર અને સાતિચાર પાલન કરવાના વિષય ઉપર કોશલ અને દેશલની કથા આપવાપૂર્વક શ્રી જયાનંદ રાજાએ વજાકૂટ પર્વતને ચૂર્ણ કર્યો, વજા મુખ દેવને પરાજય કર્યો, તે દેવ પાસેથી ચિંતામણિ રત્ન અને મહાવિદ્યા પ્રાપ્ત કરી, તથા વજસુંદરી અને ચંદ્રસુંદરીનું પાણિ ગ્રહણ કર્યું આટલી હકિકત આપી છે. ઇતિ દ્વાદશ સર્ગ. 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust