________________ બારમો સર્ગ.. (407). તે પણ રાજા વિગેરેને નમસ્કાર કરી જવા તૈયાર થયો. તે વખતે તેને પવનવેગે કાનમાં કહ્યું કે–“હે મિત્ર ! મારી કન્યાના પાણિગ્રહણ વખતે તું તારી કન્યાને પણ ત્યાં લાવજે.” પછી ચંદ્રગતિ રાજાને નમી પ્રિયા સહિત પોતાને સ્થાને ગયો. ત્યાં રાજાને વૃત્તાંત સાંભળી સર્વ વિદ્યારે મોટા ઉત્સવો કર્યા. અહીં જ્યાનંદ રાજાએ પિતાને ધીરજ આપવા માટે વિદ્યાધરો સાથે વિજ્ઞપ્તિને લેખ અને ગિનીઓએ આપેલા અલંકારાદિક મોકલ્યા. - ત્યારપછી શ્રી જયાનંદ રાજાએ પવનવેગાદિક સહિત વૈતાઢ્ય પર્વત પર જઈ ભાવયુક્ત હૃદયવડે હર્ષથી અનેક જિનચૈત્યોને વંદના કરી. પછી પવનવેગ બહુ પ્રાર્થના કરી દાક્ષિણ્યતાના સમુદ્રરૂપ રાજાને પિતાના પુરમાં લઈ ગયે અને અનેક પ્રકારના ગૌરવ સહિત ત્યાં રાખ્યા. પછી તે વિદ્યાધરના રાજા પવનવેગે પિતાની પુત્રી વજસુંદરીને તથા ચંદ્રગતિ વિદ્યાધરે લાવેલી તેની પુત્રી ચંદ્રસુંદરી બનેને શુભ લગ્ન ઉત્સવ સહિત ચકાયુધના ભયથી થોડા વિસ્તારપૂર્વક અત્યંત પ્રાર્થના કરીને શ્રી જ્યાનંદ રાજા સાથે પરણાવી. તે પ્રસંગે તે બન્ને વિદ્યાધર રાજાઓએ તેને હસ્તી, અશ્વ વિગેરે ઘણી વસ્તુઓ આપી.. - હવે પવનવેગની પાસે શત્રુમર્દન નામની વિદ્યા હતી, પરંતુ તે કષ્ટસાધ્ય હેવાથી તેને સાધવામાં તે સમર્થ થયા નહોતે, તેથી આ કુમારરાજ પોતાના ભાગ્ય, શીળ, સત્ત્વ અને ગુણવડે ઉત્તમ હેવાથી સાધી શકશે” એમ ધારી તે વિદ્યા સાધવાની વિધિ સહિત જયાનંદને આપી. તેણે આપેલા મણિના મહેલમાં કુમારરાજ બન્ને સ્ત્રીઓ સહિત આનંદથી રહ્યો. " જે ચકાયુદ્ધની સાથે યુદ્ધ કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય તો તું સૈન્ય સહિત આવી પહોંચજે.” એમ પવનવેગે ચંદ્રગતિને કહી તેને તેના રાજ્યમાં રવાને કર્યો. જૈન ધર્મના પ્રભાવથી દેવને પણ જીતે એવા પરાક્રમવાળા શ્રી જયાનંદ રાજા વિદ્યાધરીઓએ રચેલા વનાદિક સ્થાનોમાં બન્ને પ્રિયાઓ સહિત ક્રીડા કરવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust