________________ (406) જયાનંદ કેવળા ચરિત્ર. ત્યાગ કર. મિથ્યાત્વ અને આરંભથી ઉત્પન્ન થયેલા પાપવડે નરકાદિકના ભામાં પૂર્વે તેં જે જે પ્રકારનાં દુઃખને સમૂહ ભેગવ્યા છે તે સાંભળ.” એમ કહી મુનિની વાણુ વડે જાણીને ચંદ્રગતિએ તેનું જે ચરિત્ર કહ્યું હતું, તે સર્વ ચરિત્ર રાજાએ તેના હિતને માટે તેને કહી સંભળાવ્યું. તે સાંભળી પોતાના કષ્ટમય ભાનું સ્મરણ કરી તે દેવે દુઃખના ભયને છેદવામાટે જાણવાની ઈચ્છાથી રાજાને વિશુદ્ધ ધર્મ પૂછો, ત્યારે રાજાએ તેને દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ ટુંકામાં જણાવ્યું. એટલે પ્રતિબંધ પામેલા તે દેવે તેની વાણીવડે સમકિત અંગીકાર કર્યું. પછી દેવ અને ગુરૂ વિગેરેની પૂજા કરવાનો નિયમ લઈ તે દેવે રાજાને કહ્યું કે –“ધર્મને બોધ આપનાર તમારે હું કોઈપણ રીતે અણુ રહિત નહિ થાઉં; કેમકે બધિ (સમકિત) ના દાન જેવું બીજું કેઈપણ દાન નથી, કે જે બેધિ આપવાથી પ્રાણુ મોક્ષ સુધીના સર્વ સુખની લક્ષ્મીનું પાત્ર થાય છે. તે પણ બેધિ આપનારા તમને હું મારી શક્તિ પ્રમાણે કાંઈક આપવા ઈચ્છું છું.” એમ કહી દેવે તે નરરત્નને ચિંતામણિ રત્ન આપ્યું; તથા જે વિદ્યાનું સ્મરણ કરવાથી પોતાનું અને અન્યનું જેવું રૂપ કરવાની ઈચ્છા હોય તેવું રૂપ કરી શકાય તથા પોતાનાં ઘણું રૂપો પણ કરી શકાય તેવી કામિતરૂપ નામની વિદ્યા તેણે સાધન અને વિધિ સહિત આપી. તે બન્ને વિધિપૂર્વક ગ્રહણ કરી રાજાએ હર્ષથી તે દેવની સ્તુતિ કરી કે “હે દેવ ! તને ધન્યવાદ ઘટે છે કે જેથી તે પરસ્ત્રીને ત્યાગ કર્યો અને થોડાજ ઉપદેશથી બધિરત્નને પામ્યો.” આ પ્રમાણે તેની પ્રશંસા કરી રાજાએ તેને ખમાવ્યો, અને ચંદ્રગતિની સાથે તેની મિત્રી કરાવી. પછી રાજાએ તેની અર્ધાદિકવડે પૂજા કરી એટલે તે દેવ પરિવાર સહિત અદશ્ય થયે. - પછી રાજાએ ચંદ્રગતિને તેની ચંદ્રમાળા પ્રિયા સેંપી, ત્યારે તે હર્ષ પામીને બોલ્યા કે –“હે નાથ! ચાલો, મારી સાથે આવી મારી કન્યાનું પાણિગ્રહણ કરે.” તે સાંભળી કુમારરાજ જયાનંદે “અવસરે આવીશ” એમ કહી ચંદ્રગતિને રજા આપી, એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust