SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ (410) જયાનંદ કેવળ ચરિત્ર. એકદા સર્વ સ્ત્રીઓમાં સર્વથી તે કન્યાઓને સુંદર જાણી ચકાયુધ રાજાએ પોતાના પુત્રો માટે દૂત દ્વારા તેમના પિતા પાસે તેની માગણી કરી. ત્યારે તેઓએ ઉત્તર આપે કે—“વર કન્યાની લેણુદેવી વિગેરે જેવરાવીને પછી અમે પોતે જ ત્યાં આવી આપને વિજ્ઞપ્તિ કરશું.” આ પ્રમાણે ઉત્તર આપી દતને રજા આપી. પછી તે આઠે મિત્રો ભેગરતિની પાસે એકઠા થઈ પરસ્પર આ પ્રમાણે પરિણામે હિતકારક વિચાર કરવા લાગ્યા–જે આપણે ચકાયુધના કોઈ પણ એક કુમારને સર્વ કન્યાઓ આપીએ તો તેના બીજા કુમારો ઇર્ષ્યા કરે, અને જૂદા જૂદા કુમારને આપીએ તે તે કન્યાઓ જ ભિન્ન ભિન્ન પતિને ઈચ્છતી નથી, તેમજ જે સર્વથા પ્રકારે તેના કુળમાં કન્યા આપણે નહીં આપીએ તો તે આપણા જીવિત અને રાજ્યને સંદેહમાં લાવી મૂકશે. તો એવા સંકટમાં આપણે શું કરવું?” આ પ્રમાણે તેઓ વિચાર કરતા હતા, તેવામાં ત્યાં એક નૈમિત્તિક આવ્યો, તેને તેઓએ બહુમાનપૂર્વક આ વિષમ કાર્યને નિર્વાહ મૂક્યો. ત્યારે તેણે નિમિત્તના બળથી જાણુને કહ્યું કે –“હે રાજાઓ ! ચકાયુધનું રાજ્ય હવે થોડાદિવસ જ છે, તેથી તેનાથી તમે શા માટે ભય પામે છે? " તે સાંભળી તેઓએ પૂછયું કે –“તેનું રાજ્ય મૃત્યુથી કે શત્રુથી કોનાથી હરણ થશે ?" ત્યારે તે જ્ઞાની બે કે–“શત્રુથી તેને પરાભવ થશે એમ મારા જેવામાં આવે છે. આવું તેનું અસંભવિત વચન સાંભળી તેઓએ પૂછ્યું કે –“તેને શત્રુ એવો કોણ થશે ? ”જ્ઞાનીએ કહ્યું—“જે ગિનીઓ પાસેથી વોવેગને છોડાવશે, તથા વાકૂટ પર્વતને ચૂર્ણ કરી વમુખ દેવને જીતી જે ચંદ્રગતિની પત્નીને પાછી લાવી આપશે તે વીર પુરૂષ તેને પરાભવ કરશે. હે રાજાઓ ! તમારે તે જગ્ય વરને તમારી સર્વ કન્યાઓ આપવી; કેમકે તે જ રાજા ભરતાદિકની જે વિશ્વનું પાલન કરનાર થશે.” આ પ્રમાણે સાંભળી હર્ષથી તેઓએ તે નૈમિત્તિકને યોગ્ય સત્કાર કરી તેને વિદાય કર્યો. પછી તરતજ ચંદ્રગતિને સર્વ વૃત્તાંત પૂછી તમારું ચરિત્ર તેની પાસેથી જાણે તેઓ પિતાનાં કાર્યની સિદ્ધિને માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy