________________ - દશમો સર્ગ. ( 309) તે બોલ્યો કે-આને દંડ ઘણુ કાળ સુધી જળમાં રહેલો છે.” એ પ્રમાણે ઘણી વીણાઓને દૂષિત કરી છેવટે એક વિશુદ્ધ વિણાને પરીક્ષાવડે પસંદ કરી તે વામન તેને સમ્યક્ પ્રકારે વગાડવા લાગ્યું. તેને ધ્વનિ સાંભળી સભ્યોએ તર્ક કર્યો કે-“ આ સુખનું સર્વસ્વ શું સ્વર્ગલોકથી અહીં પ્રાપ્ત થયું છે? શું આ કાનને વિષે અમૃતવૃષ્ટિ થાય છે? શું તપથી તુષ્ટમાન થયેલા ઈંદ્ર પૃથ્વીના લોકોને સુખી કરવા માટે આ વામન વાદકને મોકલે છે?” એ પ્રમાણે ડાહ્યા પુરૂષાએ તર્ક કર્યો. અનુક્રમે તેના નાદને રસ અત્યંત ઉત્કૃyપણને પાપે, ત્યારે આનંદરસમાં એકાંત લીન થયેલી આખી સભા નિદ્રા પામી. તે વખતે પ્રથમથી સંકેત કરી રાખેલા અને જેમણે પોતાના કાન બંધ કરી રાખ્યા હતા એવા મહાવતાએ મદિરા પાન કરાવેલો ક્રોધી હાથી તે તરફ હાંકી મૂકો. તે હાથી સભાની સમીપે આબે, તેપણ કેઈએ તેને જાણ્યું નહીં. તે હાથી પણ તે નાદથી એ સ્તબ્ધ થઈ ગયે કે જેથી મહાવતાએ તેને અંકુશના પ્રહાર કર્યો, પણ તે હાથીએ જાણ્યા નહીં. ત્યારપછી પ્રહાર કરી કરીને થાકી ગયેલા મહાવતોએ પ્રથમ જય જય શબ્દ કર્યો, અને પછી સર્વ સભાજનોએ તે શબ્દર્યો. આકાશમાં પણ વાજિત્રનો નાદ થયે. એટલે વામને વીણા વગાડવી બંધ કરી, અને તેનાથી જીતાયેલી નાદસુંદરી તત્કાળ હર્ષ પામી તેને વરી. તે બન્ને ઉપર પુષ્પવૃષ્ટિ કરીને આકાશમાં રહેલી દેવીએ પ્રથમની જેમ ઘોષણા કરી. વામને સ્તુતિ કરનારાઓને તથા વાચકોને ઈચ્છિત દાન આપ્યું. અહે! આનું દાન ! અહા ! આની કળા ! અને અહો ! આની લીલાપૂર્વક ચતુરાઈ!” ઈત્યાદિક વામનની સ્તુતિ કરવામાં સર્વ જન વાચાળ થયા, તથા–“અહો ! આવા ગુણને આધાર આ પુરૂષ વામનપાવડે દૂષિત થયા છે, તે અધમ વિધાતાના આવા અનુચિતપણા વિશે શું કહીએ? કહ્યું છે કે ચંદ્રને વિષે કલંક છે, કમળના નાળ ઉપર કાંટા છે, ઉત્તમ સ્ત્રી પુરૂષને વિયાગ થાય છે, રૂપવાળ જન દુર્ભાગી હોય છે, સમુદ્રનું જળ ખારૂં છેપંડિત પ્રાયે નિધન હોય છે અને ધનવાન માણસ પણ હોય છે. તે પરથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust