________________ (308) જયાનંદ કેવળી ચરિત્ર. ( આ પ્રમાણે સાંભળી વામનથી પિતાને પરાભવ માની તે રાજકુમારે વિશેષ નિપુણતાથી વિવિધ રાગડે અનુક્રમે વીણા વગાડવા લાગ્યા. તેના નાદવડે સર્વ સભા જાણે સ્તબ્ધ થઈ હોય તેમ બીજી સર્વ ચેષ્ટાને ત્યાગ કરી તેમાં જ લીન ચિત્તવાળી થઈ ગઈ. સર્વોત્તમ કળાવાળા તેઓમાં પૂર્વ પૂર્વ વિજય કરવાના અનુક્રમથી કે એક કુમાર વગાડતાં વગાડતાં છેલ્લો વગાડવાને અવસર પામ્યા, ત્યારે પ્રથમથી સંકેત કરી રાખેલા મહાવતએ તે સભા તરફ એક મોટે હાથી છેડી મૂક્યો. તે ક્રોધ પામેલ મહા ભયંકર હાથી ગર્જના કરતે દેડીને સભા સમીપે આવ્યા, ત્યારે સર્વ સભાસદો ભયથી ત્રાસ પામ્યા; કેમકે “સર્વ નાદાદિક રસ કરતાં પિતાનું જીવિતવ્ય સર્વને વધારે વહાલું હોય છે.” તે વખતે રાજાની આજ્ઞાથી નાદસુંદરી વીણા વગાડવા લાગી. જાણે કાનમાં અમૃત રેડાતું હોય એવા તે વીણાના પ્રસરતા નાદવડે સર્વ સભાસદે ખંભિત થયા, તથા તે હાથી પણ સ્તબ્ધ થઈ ગયા. પછી તેણુએ નાદ બંધ કર્યો, અને મહાવતેએ હાથીને પકડી લીધે. ત્યારે પ્રથમની જેમ સર્વ સભાસદોએ કન્યા જીતી, કન્યા જીતી એમ બોલી જય જય શબ્દ કર્યો. પછી ખેદ પામેલા રાજાએ પ્રથમની જેમ ઉપાધ્યાયને પૂછયું, ત્યારે તેમણે એ વરમાળાએ કરીને શોભતા વામનને જ બતાવ્યો. તે વખતે પ્રથમની જેમ વિચાર કરી રાજાએ તેને વિષ્ણુ વગાડવાની આજ્ઞા આપી. રાજાના આદેશથી હર્ષ પામેલા તેણે વગાડવા માટે વણ માગી. ત્યારે રાજાની આજ્ઞાથી મનુષ્યએ તેને એક ઉત્તમ વીણા આપી. તે જેઈ વામન બે કે–આ વીણાના દંડની અંદર કીડે છે.” તે સાંભળી કેતુકથી રાજાએ તેની સાબીતી પૂછી, ત્યારે તેણે દંડ ભાંગી તેમાંથી કીડે કાઢી દેખાડ્યો. પછી બીજી વીણા આપી. તેનું તુંબડું કડવું છે એમ વામને કહ્યું, ત્યારે રાજાની આજ્ઞાથી કોઈ માણસે તે તુંબડાને કકડો મુખમાં નાંખી વામનનું વચન સત્ય છે એમ કહ્યું. પછી ત્રીજી વણા આપી. તેની તંત્રીમાંથી સૂક્ષ્મ વાળ વામને કાઢી બતાવ્યું. પછી ચોથી વણા આપી ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust