________________ (286) જયાનંદ કેવળી ચરિત્ર. આ હર્ષનો કોલાહલ સાંભળી અને સર્વ વૃત્તાંત જાણું હર્ષથી જેનું શરીર પુષ્ટ થયું છે એવી કમળા રાણું એકદમ ત્યાં આવી. માતાને જોઈ વિજયસુંદરી તેણીના પગમાં પડી. તે રાણી પણ તેને સ્નેહથી આલિંગન કરી તેના કંઠે વળગી રહેવા લાગી, અને બેલી કે “હે પુત્રી ! હૃદયમાં ઉત્પન્ન થતા સનેહના ઉલ્લાસથી તને કાંઈક તે જાણે હતી, પરંતુ રૂપાંતર હોવાથી વાદળાથી ઢંકાયેલી તું ચંદ્રકાંતિની જેમ ઓળખાણ નહોતી. આજે તારા મૂળરૂપે તારા સંગમનું એકાંત સુખ પ્રાપ્ત થવાથી અમારે જન્મ સફળ થયો છે, અને અમારા સર્વ મનોરથો પૂર્ણ થયા છે અને વિપત્તિઓ માત્ર દૂર નાશી ગઈ છે.” પછી કુમારે પણ સાસુને પ્રણામ કર્યા. ત્યારે મંગળને કરતી એવી તેણીએ પણ તેને સેંકડો આશીર્વાદ આપી પિતાને આત્મા જ જાણે એ ઉત્કૃષ્ટ હર્ષ ધારણ કર્યો. પછી કુમારની રજા લઈ તે કમળા રાણ પુત્રી સહિત પોતાને સ્થાને ગઈ. અને ત્યાં સ્વજનેને તે પુત્રી દેખાડીને સર્વને અદ્વૈત આનંદ આખ્યો. કમળપ્રભ રાજાએ પણ મટે વર્યાપન ઉત્સવ કર્યો અને સમગ્ર નગર વિવિધ ઉત્સવમય કરાવ્યું. ત્યારપછી શ્રી જયાનંદ કુમારે શ્વસુરને નમસ્કાર કરી તથા ખમાવી તેને પ્રતિબંધ કરવા માટે આ પ્રમાણે ઉપદેશ આપ્યો કે –“હે ભૂપ! તમે રાજા અને બીજા સર્વ તમારા સેવકે, તમે દાતાર અને બીજા યાચકે, તથા તમે પોષણ કરનાર અને બીજા પિોષણ કરવા લાયક્ર, આ પ્રમાણે જે વ્યવસ્થા છે તે સર્વ ઓછાવતા પુણ્યનું જ ફળ છે. પુરૂષના ઘરમાં ચોતરફ ઈચ્છિત લક્ષમીએને વિલાસ, મુખને વિષે પ્રશંસા કરવા લાયક વાણી, હૃદયમાં શ્રેષ્ઠ બુદ્ધિ, શરીરમાં સૌભાગ્ય લક્ષમી, બાહુને વિષે અસાધારણ બળ અને દિશાઓમાં કીતિનો પ્રચાર, એ સર્વ જિનધર્મથી પ્રાપ્ત થાય છે. પુણ્યશાળી છના ભેગને માટે જ પૃથ્વી નિધાનને ધારણ કરે છે, ખાણે મણિઓને ધારણ કરે છે, વૃક્ષો ફળને ધારણ કરે છે, તામ્રપણું નદી મોતીને ધારણ કરે છે, લતાઓ પુષ્પોને ધારણ કરે છે, અને વિંધ્યાચળ પર્વતની પૃથ્વી હાથીઓને ધારણ કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust