________________ નવમે સર્ગ. (285) યાનું બ્રાહ્મણીનું રૂપ પણ કૃત્રિમ લાગે છે. કેમકે આવાં લક્ષણ અને આવાં ચરિત્રવડે તે વિપ્ર કેમ હોઈ શકે?” ત્યારપછી કમળપ્રભ રાજાએ કહ્યું કે–“હે ભદ્ર! જેમ તમે ભિલનું રૂપ કર્યું, તેમ તમારું સ્વાભાવિક રૂપ પણ પ્રગટ કરો. હવે અમને કયાં સુધી મેહ પમાડ છે?ત્યારે તે માયાબિલ બોલ્યો કે--“જ્યારે આ રાજાએ દુષ્ટ ચુર્ણ વડે અંધ કરેલી તેની પુત્રીને મેં સજજ કરી ત્યારે તેના અનુચિત કાર્યથી ઉત્પન્ન થયેલા ક્રોધવડે મેં પ્રતિજ્ઞા કરી હતી કે “જ્યાં સુધી આ કૈલધમી રાજાને અત્યંત શિક્ષા અને પ્રતિબંધ ન કરૂં ત્યાં સુધી મારે કઈપણ ઠેકાણે સ્વસ્વરૂપે પ્રગટ થવું નહીં.” આ કારણથી હે પૂજ્ય! મેં તમને મેહ પમાડી અત્યાર સુધી દુઃખી કર્યા છે, તે મારો અપરાધ તમારે ક્ષમા કરો. હવે મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, તેથી હું પ્રગટ થાઉં છું.” એમ કહી તેણે ઔષધિવડે પિતાનું સ્વાભાવિક રૂપે પ્રગટ કર્યું. પરંતુ પિતાનાં અને પરનાં વિવિધ રૂપ કરતાં તેના હસ્તની લઘુલાઘવી કળાની નિપૂણતાને લીધે કોઈએ ઔષધિને પ્રયોગ જાયે નહીં. આ પ્રમાણે ઇંદ્ર અને કામદેવને પણ જીતનારૂં તેનું દિવ્ય રૂપ જોઈ અદ્વૈત (એકાંત) આશ્ચર્ય અને આનંદ પામેલા રાજાદિક પરસ્પર કહેવા લાગ્યા કે “અહો! આના ગુણ, લક્ષણ અને પરાક્રમને સદશજ આનું રૂપ છે. વૃદ્ધ થયેલે વિધાતા ગ્ય રૂપ બનાવવામાં ભૂલ કરતા જ નથી. પહેલાં નાટકને વિષે આણે વિવિધ અને મોટા દષ્ટાંતના સ્થાન રૂપ જે રાજપુત્રને વેષ ભજવ્યું હતું, તે દિવ્ય રૂપવાળે આ તેિજ છે.” આ પ્રમાણે તે બન્ને રાજા વિગેરે સર્વ જન તેની પ્રશંસા કરતા હતા, તે વખતે તેનું તેવું વૃત્તાંત સાંભળી રાજપુત્રી કમળ- . સુંદરીનું શરીર હર્ષથી કુલી ગયું, એટલે તે તરત જ ત્યાં આવી અને તેના રૂપમાં મોહ પામીને તરતજ લજજાને ત્યાગ કરી તેણીએ તેના કંઠમાં વરમાળા નાંખી. તે વખતે “અહા! ગ્ય વરને વરી.” એમ સભાસદે બોલ્યા, મંગલિક વાજિંત્રો વાગ્યાં અને બંદીજને ભદ્ર પાઠ બોલવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust