________________ નવમે સગ. (287) કારીગરોની કરેલી કારીગરીઓ, કર્મ કરતાં કરેલાં ઉત્તમ કર્મો અને કળાવાનની શીખેલી કળાઓ, એ સર્વ પુણ્યવંતનેજ સુખના ઉપભોગ માટે હોય છે. નીચ કુળમાં જન્મ, અત્યંત દારિઘ, દુર્ભાગ્યપણું, વ્યાધિઓ, ખરાબ કુટુંબને રોગ, કઠોર વાણું, વધ, પરાભવ, અપયશ અને ઈષ્ટજનને વિયોગ–એ સર્વે પાપવૃક્ષનાં ફળો છે. માટે હે રાજ! તમે શાસ્ત્રો ભણ્યા છે, ઉંચ કુળમાં જન્મ્યા છે, વિવેકીજમાં અગ્રેસર છે, અને મોટા આશયવાળા છે, તેથી આભવ અને પરભવમાં હિતકારક એવો ધર્મ કરી આ મનુષ્ય જન્મ સફળ કરે. તમને તમારી પુત્રીએજ સાક્ષાત્ ધર્મનું ફળ બતાવ્યું છે, કેમકે તેને તમે આપત્તિમાં નાંખી તે પણ તેને પુણ્યને સંપત્તિ પ્રાપ્ત થઈ છે. તેથી જેનું ફળ પ્રગટ જેવામાં આવ્યું છે એવા ધર્મને વિષે કોણ બુદ્ધિમાન મંદ આદરવાળે રહે?” આ પ્રમાણે કુમારનું વચન સાંભળી પમરથ રાજા બે કે–“હે કુમાર! હું પ્રતિબોધ પામ્યો છું. હું શાસ્ત્રથી ધર્મને જાણું છું, છતાં તે હું ગુરૂ પાસેથી ગ્રહણ કરીશ. હવે તમે શંકા રાખશે નહીં. " કુમારે કહ્યું—“તમને ધન્ય છે, કે તમે થોડા પ્રયત્નથી જ પ્રતિબંધ પામ્યા. કેમકે જે દુબુદ્ધિવાળા હોય છે તે તે મોટી આપત્તિ આવ્યા છતાં ચિરકાળે પણ પ્રતિબોધ પામતા નથી.” - ત્યારપછી સ્નેહ અને હર્ષથી કમળપ્રલરાજાએ મોટા ગૌરવવડે પોતાની બહેનના પતિ પમરથ રાજાને પરિવાર સહિત સ્નાનભેજનાદિક કરાવ્યું, અને વસ્ત્ર અલંકાર વિગેરે ઘણું આપી તેને સારો સત્કાર કર્યો. પછી કુમારની અનુમતિથી તેણે પહ્મરથ રાજાને છત્રચામરાદિક મોટી સમૃદ્ધિપૂર્વક ગૈરવ સહિત તેના સૈન્યમાં મોકલ્યા, પછી કમળપ્રભ રાજાએ કુમારને પ્રાર્થનાવડે મનાવી તેનામાં જ અનુરાગવાળી થયેલી કમળસુંદરીને શુભ મુહૂર્ત અદ્વિતીય હર્ષ અને ઉત્સાહવડે ભગવતી રાણીએ કરેલા મંગળપૂર્વક તેની સાથે પરણાવી. રાજાએ કુમારને બળાત્કારે એક મોટો દેશ આપે, તે તેણે નવી પ્રિયાને જ સ્વાધીન કર્યો, અને રાજાએ ગજાદિક સામગ્રી આપી તે તેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust