________________ (13) 1. મુનિનું ચરિત્ર. સંસાર જ દુઃખમય છે” એમ વિચારી આસન્નસિદ્ધિક તે રાજા પ્રતિબોધ પામ્યો. તેથી સાહસિક પુરૂષમાં અગ્રેસર અને અદ્ભુત કાર્ય કરનારા તે રાજાએ પોતાના બાળપુત્રને રાજ્યપર સ્થાપન કરી ધર્માકર ગુરુની પાસે દીક્ષા અંગીકાર કરી. તે રાજર્ષિ ગ્રહણ અને આસેવના એ બે પ્રકારની શિક્ષાનો અભ્યાસ કરતા, ઘણું શ્રુત ભણતા અને જગતને આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવો વૈરાગ્ય ધારણ કરતા સતા બાહ્ય અને અત્યંતર એવા બે પ્રકારને તપ કરવા લાગ્યા. અનુક્રમે મહાતપના પ્રભાવથી પ્રમાદ રહિતપણે તેણે વિવિધ પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત કરી. “તેવા તપસ્વીઓને શું દુર્લભ હોય ?" એકદા ગુરૂ મહારાજ તેનું તેવા પ્રકારનું ધ્યાન અને શ્રત વિગેરે જે તેની યોગ્યતા જાણું દુઃખે કરીને સાધી શકાય તેવા એકકિપણાના વિહાર માટે આજ્ઞા આપી. એકદા પરીષહ અને ઉપસર્ગાદિક મૃગલાઓથી નિર્ભય તે વીર રાજર્ષિ સિંહની જેમ વિચરતા ગજપુર નામના નગરમાં ગયા. ત્યાં બહારના ઉદ્યાનમાં દેવોથી પૂજિત અને વિવિધ પ્રકારના અતિશય વડે સર્વ પ્રાણીઓને સુખ આપનાર તે રાજર્ષિ તપ અને ધ્યાનમાં તત્પર થઈને રહ્યા. તે નગરમાં ભીમ નામે રાજા છે. તે શત્રુને વિષે યમરાજ જેવો ભીમ–ભયંકર, રાજાના સર્વ ગુણોને આધાર અને સર્વ ધર્મોને વિષે સમદષ્ટિવાળો છે. તેને અતિસાર નામનો મંત્રી છે. તે પવિત્ર બુદ્ધિનો નિધાન, રાજ્યનો ભાર વહન કરવામાં ધુર્ય અને જાણે રાજાની બીજી મૂર્તિ જ હોય તેમ રાજાને વિશ્વાસપાત્ર છે. તે નગરમાં પહેલાં કઈ અલ્પઅપરાધી ચોરને રાજાએ મરાવી નાંખ્યું હતું, તે અકામનિર્જરાના સંબંધથી વ્યંતરપણું પામ્યો હતો. તે વિસંગજ્ઞાનથી પોતાને પૂર્વભવ જાણ રાજા ઉપર કપ પામ્યો. પરંતુ તેના પર તેની શક્તિ નહીં ચાલવાથી તે વ્યંતરે હાથીઓમાં મરકી ઉત્પન્ન કરી. તે જાણી ખેદ પામેલા રાજાએ તેની શાંતિ માટે હસ્તીના વૈદ્યો પાસે ઘણા ઉપાય કરાવ્યા, પરંતુ શાંતિ થઈ નહીં. ત્યારે રાજાએ તેને ઉપાય જાણવા માટે ચતુરાઈમાં નિપુણ એવા મંત્રીને આદેશ કર્યો. એટલે - 1 જેની સિદ્ધિ નજીક છે એવે. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust