________________ (14) શ્રી જયાનંદ કેવળ ચરિત્ર. તે મંત્રી પણ તે વિષે ચિંતાતુર થયો. એકદા તે મંત્રી નગરબહાર ઉદ્યાનમાં ગયો. ત્યાં ગીત અને વાજીંત્રનો ધ્વનિ સાંભળી : વિસ્મય પામી મુનિની પાસે ગયો. ત્યાં તેણે દેવીઓનું નૃત્ય થતું જોયું. આથી તે મુનિને મહાપ્રભાવવાળા જાણે તેને વંદન કરી અવસરે તેના પાદસ્પર્શથી પવિત્ર થયેલી ધૂળ લઈ મંત્રી પિતાને ઘેર ગયે. પછી તે ધુળવડે સર્વે હાથીઓના મસ્તક પર (કપાળમાં ) તેણે તિલક કર્યા. તેથી તત્કાળ તે સર્વે રેગ રહિત થઈ ગયા, અને વિશેષે કરીને સજજ થયા. તે વૃત્તાંત મંત્રીએ શીધ્રપણે રાજાને કહ્યો. તે સાંભળી હર્ષ અને વિસ્મય એ બનેને ધારણ કરતા રાજાએ તે મુનિની સ્તવના કરી. પછી રાજા અને મંત્રીએ નગરમાં મહોત્સવ કરાવી પરિવાર સહિત ઉદ્યાનમાં જઈ મુનિને નમસ્કાર કર્યા. તે વખતે તે મુનિએ ધ્યાન પારી ધર્મલાભરૂપ આશિષવડે તેમને પ્રસન્ન કર્યા, પછી તે સર્વે હર્ષથી યથાયોગ્ય સ્થાને બેઠા. ત્યારપછી તેઓનો અનુગ્રહ કરવાની ઈચ્છાથી મુનિએ તેમની પાસે સાધુઓને અને શ્રાવકને એમ બંને પ્રકારનો ધર્મ વિસ્તારથી કહ્યો. તે સાંભળી મુનિને પ્રભાવ જેવાથી જ જેમને ધર્મને વિષે પ્રતીતિ ઉત્પન્ન થઈ હતી એવા તે રાજા અને મંત્રીએ પ્રતિબોધ પામી શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી રાજા, મંત્રી અને બીજા સર્વજને પોતપોતાની શક્તિ અને રૂચિ પ્રમાણે ધર્મ અંગીકાર કરી તે મુનિને નમસ્કાર કરી તેમની સ્તુતિ કરતા પોતપોતાને સ્થાનકે ગયા. એકદા સર્વત્ર પ્રતિબંધ રહિત એવા તે મુનિ વિહારના ક્રમથી વીરપુર નામના નગરમાં ગયા. તે વખતે ત્યાં મનુષ્યમાં મરકી ચાલતી હતી. તે મરકીથી પીડા પામતી પ્રજાને જોઇ ત્યાંના બીસાર નામના રાજાએ અનેક વિદ્વાનોએ કહેલા તેની શાંતિના અનેક ઉપાય કર્યા, તે પણ તે મરકી ગઈ નહીં. તેવામાં એકદા ભીમ રાજાને દૂત તે જ નગરમાં આવ્યું, તેણે ઉદ્યાનમાં રહેલા તે મુનિને જેમાં તેમને ઓળખી હર્ષથી પ્રણામ કર્યા. પછી તે દૂત રાજસભામાં જઈ રાજાને નમસ્કાર કરી ભૂમિપર બેઠે, અને રાજાના પૂછવાથી તેણે તેને પોતાના સ્વામીએ કહેલું કાર્ય નિવેદન કર્યું.. વાતના ઝડ કરવાની છે એ વિસતાથી અતીતિ હત્યકાર અને રૂચિ પ્રમાણે પાતતાને સ્થાન નિ વિહારના ક્રમથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust