________________ I (12) * શ્રી જયાનંદ કેવળી ચરિત્ર.. થાય છે. આવાં દુર્વચનોવડે તે ત્રણેએ દઢ દુષ્કર્મ બાંધ્યું, અને મુનિ તે તષ કે રેષ પામ્યા સિવાય તેના ઘરમાંથી માનપણે જ નીકળી ગયા. ત્યારપછી તે મંત્રીને ઘેર તેને મિત્ર ધર્મરૂચિ નામનો શ્રાવક કાંઈ ખાસ કાર્યને માટે આવ્યો, તેને જોઈ શ્રાવકને તે મંત્રી હર્ષ પામ્યો. તે મિત્રને આસન પર સમાગમ. બેસાડી એગ્ય વાતચિત્તવડે પ્રસન્ન કરી મંત્રીને કહ્યું કે –“હે ભાઈ! આજહમણાં મારે ઘેર કોઈ ભિક્ષુ (મુનિ) ભિક્ષા માટે આવ્યા હતા. તે જૈનમુનિઅતિથિને મારી પ્રિયા પ્રિય પ્રિય વચનવડે નિમંત્રણ કરી દાન દેવા લાગી. તે વખતે પરમાત્ર વિગેરે ઘણું જાતનાં ભેજન આગ્રહ સહિત આપવા માંડ્યા છતાં તેણે કાંઈ પણ ગ્રહણ કર્યું નહીં. હે મિત્ર! આજે મારે ઘેર સાથી પ્રથમ દાનપાત્ર રૂપ તેજ આવ્યા હતા, તે તમારા ગુરુ મને અમંગળ કરી હમણાં જ અહીંથી ચાલ્યા ગયા. તે દાક્ષિણ્યતા રહિત તે સાધુ કોણ હતા? તેને હે મિત્ર ! તમે ઓળખો છો?” ત્યારે શ્રાવકે કહ્યું કે–“હે મંત્રી ! તે સાધુ મને હમણાં જ અહીં સામા મળ્યા, તેને મેં ભક્તિથી પ્રણામ કર્યા, તેને હું સારી રીતે જાણું છું. હે બુદ્ધિમાન મંત્રી ! તે મુનિનું આશ્ચર્ય કારક ચરિત્ર છે, તે તમે સાંભળે– સિંધુ દેશમાં સાવર નામનું નગર છે. તેમાં મોટી સમૃદ્ધિવડે - ઇંદ્ર જેવો અતિબળ નામે મોટો રાજા હતો. મુનિનું ચરિત્ર. આ રાજાની જે બીજો કોઈ પણ રાજા તેની સરખો (મિત્ર) કે પ્રતિપક્ષી (શત્રુ) નહોતો. કેમકે સૂર્યની જે બીજે કઈ પણ ગ્રહ મહાગ્રહ તરીકે કે તેથી અન્ય એટલે પ્રતિપક્ષી તરીકે હોતો જ નથી. - એકદા પિતાની સભામાં બેઠેલો તે અતિ બળ રાજા પરદેશથી આવેલા નટોએ કરાતું નાટક જોવા લાગ્યું. તેમાં સગર ચક્રીને વેષ ભજવતાં તે ચકીનું તેવા પ્રકારનું પુત્રવિયોગનું દુઃખ જોઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust