________________ મંત્રી અને તેની સ્ત્રીઓએ બાંધેલ કર્મ. (11) મોટા વાસણમાંથી પરમાન્ન (ક્ષીર) કાઢી તેમને આપવા આવી. તે વખતે કીડાએ કરીને ચાલતી તે સ્ત્રીના હાથમાં રહેલ પરમાન્નના કાંઈક કાંઇક છાંટા નીચે પડતા જોઈ મુનિએ તેને કહ્યું કે–“હે બહેન ! આ પરમાન્ન મુનિને લેવું શુદ્ધ નથી–લેવા ગ્ય નથી.” ત્યારે તે પાત્ર નીચે મૂકી ભાત આપવા માટે અગ્નિપર રહેલા ભાતના પાત્રને લઈ જેટલામાં તે મુનિ પાસે આવી તેટલામાં મુનિએ કહ્યું કે—“આ પણ શુદ્ધ નથી ત્યારે તે સચિત્તથી ઢાંકેલી દાળ આપવા લાગી, ત્યારે મુનિએ “તે પણ શુદ્ધ નથી.” એમ કહી તેનો નિષેધ કર્યો. ત્યારપછી તે અનુક્રમે ધાન્યના પાત્રપર રહેલું ઘી, ધાન્યના કણ મિશ્રિત સાકર અને પછી બે દિવસ ઉપરાંતનું દહીં આપવા લાગી, તે સર્વને પણ મુનિએ તેવી જ વાણીવડે નિષેધ કર્યો. ત્યારપછી ગયે દિવસે કરેલા મેદકને તે લાવીને આપવા લાગી, ત્યારે આ પણ શુદ્ધ નથી.”એમ હેતુ સહિત સાધુએ કહ્યું. (89) ત્યારે મંત્રીઓ અને તેની બન્ને ભાઈઓએ ત્રણેએ મળીને તે મુનિને આશય નહીં જાણવાથી ભક્તિવડે ઘણો આગ્રહ કર્યો, તે પણ મુનિએ કાંઈ પણ લીધું નહીં, તે જોઈ ખેદ પામેલા મંત્રીએ આ અમંગળ થયું ધારી રેષથી તે મહામુનિને કહ્યું કે –“જે આ અમૃત જેવા આહાર પણ તમારે શુદ્ધ નથી, તે શું તમારે વિષ શુદ્ધ છે? કે શું તમારા નેત્રે જ ગયાં છે?” પછી પહેલી સ્ત્રી પણ કોધથી બોલી કે –“આ જૈન મુનિઓ દાક્ષિણ્યતા રહિત જ હોય છે. દાક્ષિણ્ય તે શુદ્ધ વંશને વિષે જ હોય છે, તે શુદ્ધ વંશ તે આ સાધુઓને જણાતો જ નથી.” બીજી સ્ત્રી પણ બેલી કે–“ પ્રગટ પ્રકાશ છતાં પણ “શુદ્ધ નથી” એમ બોલતા આ સાધુ અંધ જણાય છે, તો એને (મુનિને) ભિલ્લને જ સેંપી દ્યો. આ નગરમાં બીજા ઘણું સુપાત્ર છે, તેમને આપણે દાન દઈશું અને મંગળ કરશું. (5) કારણ કે ગમે તેને દાન આપવાથી તે નિષ્ફળ થતું નથી. દાન આપવાથી મંગળ જ થાય છે, અને પાત્રને આપવાથી પુષ્કળ પુણ્ય * 1 બીજા બધાની અશુદ્ધતાનું કારણ તે સમજાય છે. આનું કારણ આગળ સ્પષ્ટ થશે.. . . . . . . . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust