________________ નવમ સર્ગ. (255) તે વર જેટલામાં તોરણે આવે, તેટલામાં તે ઉત્સવ જેવા માટે એકઠા થયેલા ઘણા લોકોના ધક્કાથી તે તરણને સ્તંભ અકસ્માતુ પડ્યો. તેને અગ્રભાગ વરના મસ્તક પર લાગવાથી તેનું મસ્તક ફુટી ગયું અને મર્મના ઘાતને લીધે તત્કાળ તે મૃત્યુ પામ્યો. આ પ્રમાણે અકસ્માત્ પ્રાપ્ત થયેલા મહા શેકથી વિહળ થયેલો વસુદત્ત સાર્થવાહ પરિવાર સહિત આઠંદ કરતો પિતાને ઘેર ગયે. આવું અઘટિત વિધાતાએ નીપજાવ્યું, તેથી તેનું સ્વરૂપ શ્રેષ્ઠી પિતાના પરિવાર સાથે વિચારવા લાગ્યું કે અન્યથા પ્રકારે વિષમ ગતિને કણ જાણી શકે છે? હવે આ લગ્ન આ કન્યાને જે આપણે નહીં પરણાવીએ, તે સર્વ લેકમાં તેણીનું દુર્ભાગ્ય પ્રસિદ્ધ થશે અને આને કલંકવાળી ધારી કોઈ પણ પરણશે નહિ, કેમકે સર્વ કઈ પ્રાણી ચિરકાળ જીવિતને તે ઈચછે જ છે, માત્ર પ્રિયાને કઈ ઈચ્છતું નથી. તેથી અત્યારે તેણીના ભાગ્ય પ્રમાણે જે કોઈ યુવાન વર મળી આવે તે તેની સાથે તરતમાંજ આ પુત્રીને પરણાવી દઈએ.” આ પ્રમાણે વિચારી શ્રેષ્ઠીએ કેઈપણ વર જેવા માટે પોતાના માણસોને ચોતરફ મોકલ્યા. તેઓ નગરમાં ચોતરફ ભમવા લાગ્યા. તેવામાં તે ઉત્સવ જેવાને આવેલા શ્રેષ્ઠ આકૃતિવાળા અને યુવાવસ્થાવાળા ધનદેવને જોઈ તેઓ તેને સન્માનપૂર્વક શ્રેણીની પાસે લાવ્યા. “તે વર પુત્રીને એગ્ય છે એમ જાણું શ્રેષ્ઠીએ તેની અત્યંત પ્રાર્થના કરી હર્ષથી ઉત્સવપૂર્વક તે યુવાન સાથે વિધિ પ્રમાણે પુત્રીને પરણાવવાનું નક્કી કર્યું. તે વખતે ધનદેવે વિચાર કર્યો કે –“પ્રથમની બને પત્નીઓનું સ્વરૂપ તે મેં જોયું છે, તેથી પિતાના કલ્યાણને ઈચ્છતા એવા મારે કોઈપણ પ્રકારે તેમને તો ત્યા જ કરે છે; પરંતુ સ્ત્રી વિના અતિથિની પૂજા થઈ શકે નહીં, તેથી સ્ત્રીની ખાસ જરૂર છે. તેના વિના પુરૂષને નિર્વાહ થઈ શકતો નથી. તે આવી રૂપવાળી, ગુણવડે શોભતી અને તેના પિતાએ પ્રાર્થનાપૂર્વક અપાતી આ સ્વયંવરાને હું શા માટે ત્યાગ કરૂં?એમ વિચારી તે ધનદેવે હર્ષથી તેને સ્વીકાર કર્યો. એટલે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust