________________ (૨પ૪) જયાનંદ કેવળી ચરિત્ર. સાયંકાળે તેમને કહ્યું કે–“હે પ્રિયાઓ ! મને આજે અત્યંત શીત જવર આવ્યું છે. તે સાંભળી તેઓએ શીધ્રપણે શય્યા પાથરી. તેમાં તે તરત સુઈ ગયે, અને માયાથી વસ્ત્ર ઓઢી તેણે નિદ્રાના દેખાવ કર્યો. રાત્રીને એક પ્રહર વ્યતિત થયો ત્યારે તેને નાસિકાના ઘેર શબ્દવડે નિદ્રાવશ થયેલો જાણે મોટી સ્ત્રીએ નાનીને કહ્યું કે— " હે બહેન ! સામગ્રી તૈયાર કર.” પછી જલદીથી ઘરનાં કાર્યો કરી તે અને સ્ત્રીઓ ઘરમાંથી નીકળી ઘરના ઉદ્યાનમાં રહેલા એક આમ્રવૃક્ષ પર ચઢી તેમને બહાર જતી જોઈ ધનદેવ પણ ગુપ્ત રીતે તેમની પાછળ ગયે, અને વસ્ત્રવડે પોતાના શરીરને મજબુત બાંધી તે આઝવૃક્ષના કેટરમાં ભરાઈ ગયું. પછી તેઓએ મંત્રજાપ કર્યો, એટલે તે વૃક્ષ આકાશમાં ઉડી સમુદ્ર મધ્યે રહેલા રત્નદ્વીપમાં રત્નપુર નામના નગરમાં ગયું. ત્યાં જમીનપર વૃક્ષને સ્થિર કરી તેના પરથી ઉતરીને તે બન્ને સ્ત્રીઓ નગરની અંદર જઈ ઇચ્છા પ્રમાણે વિચિત્ર આશ્ચર્યો જોવા લાગી. ધનદેવ પણ તેમની પાછળ પાછળ નગરમાં - ગયે અને તેમનું આવું ચરિત્ર જોઈ મનમાં આશ્ચર્ય પામ્યું. આ અવસરે તે નગરમાં લક્ષમીના નિધાનરૂપ શ્રી પુંજ નામે એક ઉત્તમ શ્રેષ્ઠ રહેતો હતો. તેને ચાર પુત્રો ઉપર એક શ્રીમતી નામની પુત્રી હતી. તેણીનું રૂપ જોઈ તેવું રૂપ પામવાની ઈચ્છા છતાં પણ નહીં પામવાથી દુ:ખવડે કામદેવનું શરીર ક્ષીણ થવા લાગ્યું અને ધીમે ધીમે તે અનંગ (અંગ રહિત) થયે એમ હું માનું છું. સર્વ વિદ્યાઓ અને કળાએ આ કન્યાને રૂપસેભાગ્યનું અદ્વિતીય સ્થાન જોઈ તથા તેવું બીજું સ્થાન નહીં જોઈ જાણે પરસ્પર સ્પર્ધા પામી હોય તેમ તે કન્યાને જ આશ્રય કરીને રહી હતી. આ વખતે તે કન્યાને વિવિધ ઉત્સવનડે વિવાહ થતો હતો. તેને પરણવા માટે વસુદત્ત સાથે વાહનો પુત્ર ઈંદ્ર જેવી લીલાવડે ત્યાં આવ્યો હતો. તે અશ્વપર આરૂઢ થયે હતો, તેની બન્ને બાજુ મનહર ચામરો વીંઝાતા હતા, તેના મસ્તક પર દેદીપ્યમાન મયુરપીંછનું છત્ર ધારણ કરેલું હતું અને દેવદુષ્યની જેમ રેશમી વસ્ત્રા અને સર્વ આભૂષવડે તે શોભતો હતો. આ પ્રમાણેના ઉત્સવવડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust