SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ નવમો સર્ગ. ( 253) મારું આશ્ચર્યકારક વૃત્તાંત તું સાભળીશ, ત્યારે તારું દુઃખ તને અલ્પ જ લાગશે.” મદન બોલ્યો–“હવે તું તારૂં વૃત્તાંત કહે, હું સાંભળવા ઉત્સુક છું.” ત્યારે ધનદેવે પોતાનું વૃત્તાંત આ પ્રમાણે કહ્યું - આ હસતીપુરીમાં જ ધનપતિ નામે ગુણ અને શુદ્ધ શ્રાદ્ધધર્મમાં રક્ત શ્રેણી હતો. તેને નામથી અને ગુણથી બન્ને પ્રકારે યોગ્ય લક્ષમી નામની ભાર્યા હતી. તે બન્નેને વિવિધ ઉપાયવડે બે પુત્રો ઉત્પન્ન થયા. તેમાં પ્રથમનું નામ ધનસાર અને બીજાનું નામ ધનદેવ હતું. તેમને સર્વ કળાઓ ભણાવી બે કન્યા પરણાવી. સદ્ધર્મ અને સુખમાં લીન થયેલા તે સર્વનો કેટલોક કાળ આનંદમાં વ્યતીત થયો. ત્યારપછી તેમના માતાપિતા વિશુદ્ધ ધર્મનું આરાધન કરી સ્વર્ગે ગયા. તે વખતે તે બન્ને પુત્રોને અતિ શોક થયે. તેમને મુનિચંદ્ર નામના મહર્ષિએ પ્રતિબંધ પમાડ્યો. તે બન્ને ભાઈઓ પરસ્પર સનેહવાળા હતા, પરંતુ તેમની સ્ત્રીઓ પરસ્પર કલહ કરતી હતી, તેથી તેઓ ધનાદિક સર્વ વસ્તુ વહેંચીને જુદા જુદા ઘરમાં રહ્યા. હવે નાનાભાઈની સ્ત્રી કુલટા હોવાથી તે તેને સુખ આપનારી થઈ નહિ; તેથી ઉદ્વેગ પામેલા તેને એકદા મોટા ભાઈએ કારણ પૂછ્યું, ત્યારે નાના ભાઈએ તેને પોતાની સ્ત્રી તરફને અસંતોષ બતાવ્યું. તે સાંભળી તેને અભિપ્રાય જાણે મોટાભાઈ ધનસારે ભાઈ પરના સ્નેહને લીધે પ્રયત્નથી રૂ૫, કળા અને ગુણવડે યુક્ત એવી એક ઇભ્યપુત્રીને શોધી તેની સાથે ધનદેવને પરણા. નવી પરણેલી સ્ત્રીની સાથે શાંતિને પામેલે તે ધનદેવ ભેગ ભેગવવા લાગ્યાપરંતુ દુર્ભાગ્ય યોગે તે સ્ત્રી પણ પ્રથમની સ્ત્રીની જેવી કુલટા થઈ. કહ્યું છે કે– “નિયતિ (નશીબ) ના બળથી મનુષ્ય શુભ અથવા અશુભ જે કાંઈ પામવાને હોય તે અવશ્ય પામે છે. પ્રાણુઓએ મોટો પ્રયત્ન કર્યા છતાં પણ નહીં થવાનું કદી થતું નથી અને જે થવાનું હોય છે તેનો નાશ થતો નથી.” એકદા તે બન્ને સ્ત્રીઓનું ચરિત્ર જાણવાની ઈચ્છાથી ધનદેવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036444
Book TitleJayanand Kevali Charitra
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1927
Total Pages595
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size538 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy