________________ (256) જયાનંદ કેવળી ચરિત્ર. લગ્નક્યિા શરૂ થઈ. આ અવસરે ધનદેવની બને પ્રિયાએ ઈચ્છા પ્રમાણે ક્રીડા કરી તે નવીન વિવાહ સાંભળી તે જેવાને ઉત્સુક થઈ ત્યાં આવી. દેવદેવીના યુગલ જેવું તે વહુવરનું યુગલ જોઈ તેમના રૂપથી વિસ્મય પામી અને દેવથી આ ઉત્તમ રોગ થયે " એમ તેમની પ્રશંસા કરવા લાગી. તેવામાં નાની સ્ત્રી બોલી કે–“ બહેન ! આ વર આપણું પતિ જે દેખાય છે.” ત્યારે મોટી બોલી કે " આ જગતમાં સમાન રૂપાદિકવાળા ઘણા મનુષ્ય હાય છે. આપણે પતિ તે શીતજવરથી પીડાતો ઘરે જ સુતો છે, તે અહીં શી રીતે આવી શકે ? તેથી તેની જરાપણ શંકા કરીશ નહીં.” પછી તે બન્ને સ્ત્રીઓ સ્વેચ્છાથી કીડા કરવા અન્ય સ્થાને ગઇ. અહી ધનદેવ પરણીને નવી વહ સહિત વાસગૃહમાં ગયો. ત્યાં ઉપરના માળની બારીમાં ઉભું રહી તે પોતાની બે સ્ત્રીઓના ગમનની શંકાથી આમ્રવૃક્ષના સ્થાનાદિકની નિશાની જેવા લાગ્યા. પછી–“હસંતી નગરી ક્યાં ? અને રત્નપુર કયાં ? તથા અહીં આવેલે આમ્રવૃક્ષ કયાં? ભાગ્યના વેગથી ધનપતિનો પુત્ર ધનદેવ અહીં ખરી લક્ષ્મીને પાપે.” આવા અર્થવાળો એક લેક કંકુવડે શ્રીમતીનાં વસ્ત્રને છેડે લખ્યું, અને પછી કાંઈ કાર્યના મિષથી તે ત્યાંથી નીકળી ગયો. અનુક્રમે તે નગર બહાર આવ્યું. ત્યાં આમ્રવૃક્ષ ઉપર આરૂઢ થયેલી બને પ્રિયાએને જોઈ, તેઓ જતી રહેશે એવી શંકાથી તત્કાળ તે પણ પ્રથમની જેમ તે વૃક્ષના કટરમાં ભરાઈ ગયો. પછી તે સ્ત્રીઓએ મંત્રજાપ કર્યો, એટલે તે વૃક્ષ આકાશમાં ઉડી શીધ્રપણે તેના ગૃહઉદ્યાનમાં જઈ પૂર્વની જેમ સ્થિત થયો. તરત જ ધનદેવ તેમાંથી નીકળી ઘરમાં જઈ પ્રથમની જેમ વસ્ત્ર ઓઢી સૂઈ ગયે. તેની પ્રિયાએ પણ ઘરમાં આવી. પતીને પૂર્વની રીતે જ સૂતેલે જોઈ શંકા રહિત થઈ પિતપતાની શય્યામાં સૂઈ ગઈ અને ક્ષણવાર નિદ્રાનું સુખ પામી. પ્રાત:કાળે ઉઠી તે બન્ને સ્ત્રીઓએ પ્રાત:કાળનાં ગૃહકાર્યો કર્યા. ત્યાં સુધી ધનદેવ તો રાત્રીએ જાગેલો હોવાથી નિદ્રાવશ જ હતું, તેવામાં નિદ્રાના પરાધીનપણાને લીધે તેને . કંકણ બાંધેલો જમણે હાથ ભાવના વશથી વસ્ત્રની બહાર નીકળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust