________________ (24) જયાનંદ કેવળી ચરિત્ર. રાણીઓથી ઉત્પન્ન થયેલી સુદામા અને સુભગા નામની બે કન્યાઓ હતી. તેમાં રાજાએ પહેલી કન્યા કોઈ રાજાને આપી અને બીજી કન્યા ક્રોધથી ભિલને આપી. આવું નાટક ભજવ્યું, તે વખતે નામનું પરાવર્તન છતાં પણ યથાર્થ અભિનય થવાથી ભિલ્લની પાસે બેઠેલી પોતાની વિજયસુંદરી પુત્રીને સમ્યક્ પ્રકારે જોઈ, તેણુપર અત્યંત ને જાગૃત થવાથી “અહો! પુત્રી! તું આજે સદ્દભાગ્યે મારા જેવામાં આવી” એમ બોલતી કમળા પડદામાંથી શીધ્ર બહાર નીકળી તેણને કંઠે વળગી પડી અને દુઃખથી રેવા લાગી. એટલે તરત જ તે માયાવિપ્રે એષધિવડે તેણીને પાછી બ્રાહ્મણ કરી, કમળા રાણીને કહ્યું કે “હે માતા ! તમે કેમ ભ્રાંતિ પામ્યા. આ તે સુભગાનો વેષ ધારણ કરનારી મારી પ્રિયા છે; પરંતુ તમારી પુત્રી નથી. નાટકમાં જે રૂપ કર્યું હોય તે સાચું હોતું નથી.” તે સાંભળી ખેદ, આશ્ચર્ય અને લજજાથી યુક્ત થયેલી કમળાએ તેણીને મૂકી દીધી, અને વિચાર કર્યો કે–“બીજા રૂપે રહેલી આ મારી પુત્રી જ છે કે શું? કેમકે તેણીનું જ્યારથી દર્શન થયું છે ત્યારથી એને વિષે મારે અધિક સ્નેહ થયા છે; અથવા તે શું એ બ્રાહ્મણની જ સ્ત્રી છે? જે હશે તે આગળપર જણાશે.” આ પ્રમાણે વિચાર કરીને તે કમળા ફરીથી તે જ પ્રમાણે નાટક જેવા બેઠી. બ્રાહ્મણે પણ દેવકુળમાં સુભગાને ભિલે સાજી કરી ત્યાંસુધી જ અભિનય સહિત નાટક કર્યું. ત્યારપછી તે વિરામ પામ્યું. પછી સર્વ સભાસદોને વિશેષ આશ્ચર્ય પમાડવા માટે તે વિખે ભાલાના અગ્ર ભાગપર સેય રાખી તે સમયના અગ્રપર પુષ્પ મૂકી તેનાપર નૃત્ય કર્યું. તે માયાબટુએ નાટકમાં જે વખતે જે જે રસનું પોષણ કર્યું, તે વખતે સર્વ સભા બીજું કાંઈ પણ જાણ્યા વિના કેવળ તે તે રસમય જ બની ગઈ. તેના નાટકમાં ભૂભંગાદિક કળાકુશળોએ જરા પણ ભૂલવાળા જોયા નહીં; કેવળ કલંકરહિત તેની કળા જોઈ. ત્યારપછી તે વિપ્રે કાંઈપણ દાન લીધું નહીં, ત્યારે વિસ્મય પામેલા . રાજાદિકે નટાદિકના પેડાને મહા દાન આપ્યું, અને તે કળાવાનની . પાસે સર્વ કળાવાનેને સમુદ્રની પાસે કુવા જેવા માનવા લાગ્યા. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust