________________ નવમે સર્ગ. ( ર૪૩) તે બટુની નાટ્યકળાથી ચમત્કાર પામેલે પરદેશી નટ પિતાને હાર્યો જાણી તેના પગમાં પડીને બોલ્યો કે-“હે બ્રાહ્મણ ! જીવનપર્યત પરિવાર સહિત હું તમારો દાસ છું. સૂર્યના કિરણો વડે હિમની જેમ મારો કળામદ સર્વ ગળી ગયો છે.” ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે-“હે નટ! અમારે બ્રાહ્મણને કિંકરનું કામ નથી, માટે તું તારે સ્થાને જા અને આનંદ કર. જગતમાં એકબીજાથી અધિક અધિક કળાવાળા હોય છે. તે સાંભળી હર્ષ પામેલો તે નટ રાજાની રજા લઈ પોતાને સ્થાને ગયે. ત્યારપછી સભા વિસર્જન કરી કમળાને સાથે રાખી રાજાએ બ્રાહ્મણને પૂછયું કે-“હે બ્રાહ્મણ! તેં જેને અભિનય બતાવ્યો, તે રાજપુત્ર કોણ છે? અને પ્રાત:કાળે તે દેવકુળમાંથી તે ભિલ્લ પ્રિયા સહિત ક્યાં ગયો?” બ્રાહ્મણે કહ્યું કે-“હું કેતુકથી મારી પ્રિયા સહિત પૃથ્વી પર વિચિત્ર નાટક કરતો કરતો એકદા ભેગપુર નગરે ગયે હતું. ત્યાં બીજું કોઈ સ્થાન નહીં મળવાથી રાત્રીએ હું તે જ દેવકુળમાં રહ્યો હતો. ત્યાં અત્યંત વિલક્ષણ એવા તે દંપતીને મેં જોયા, તેથી આશ્ચર્ય પામી મેં ભિલને પૂછયું કે “તું આવો કુરૂપ છતાં તારે આવી દેવાંગના જેવી રૂપવતી સ્ત્રી કયાંથી ? હે મિત્ર! તે તું મને કહે.” ત્યારે તેણે તે દેવકુળમાં આવ્યા સુધીનું પિતાનું વૃત્તાંત જેવી રીતે કહ્યું, તે જ રીતે મેં હૃદયમાં ધારી રાખ્યું. આશ્ચર્યકારક ચરિત્રનો કણ આદર ન કરે ? ત્યારપછી તે અને હું પિતા પોતાની પ્રિયા સહિત ત્યાં સુખનિદ્રાએ સુઈ રહ્યા. પછી પ્રાતઃકાળે ઉડીને તે પત્ની સહિત ક્યાં ગયો તે હું જાણતા નથી. હું તે થાકને લીધે સુઈ રહ્યો હતો, અને તેના ગયા પછી જાગ્યો હતે. પછી મારી પ્રિયા સહિત હું પણ ચાલ્યો, અને ભમતો ભમતો અનુકમે અહીં આવ્યો છું. તેનું ચરિત્ર આચર્યકારક હોવાથી હું જેટલું જાણતો હતો તેટલું મેં હમણા ભજવી બતાવ્યું છે. આગળનું વૃત્તાંત તે તે જાણે.” * આ પ્રમાણે સાંભળીને રાજાએ તથા કમળાએ વિસ્મય પામી વિચાર કર્યો કે- અહે! રૂપને અનુસસ્તો વિચાર કરતાં આનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust