________________ નવમો સર્ગ. (23) વાળા, અંલકાર સહિત અને વન વયવાળા તે બન્ને નગરમાં પેઠા. ત્યાં કોઈ બીજા વણિકને ઘેર પ્રથમની જેમ ભાડા બદલ આપેલા રત્નવડે ગૃહપતિને પ્રસન્ન કરી તેણે સામગ્રી સહિત આપેલા અત્યંત સુંદર ગૃહમાં નિવાસ કર્યો. પછી સારી રીતે પરીક્ષાપૂર્વક ઉત્તમ દાસદાસીને પરિવાર રાખી પ્રિયાના રક્ષણ માટે એક વૃદ્ધ અને ડાહી સ્ત્રીને ગોઠવી પિતે ઉદ્યાનમાં ગયા. ત્યાં રોવડે ઉપાધ્યાયની પૂજા કરી વિનયપૂર્વક નીતિ અને ધર્મને પ્રકાશ કરનારા વેદ વિધિ પ્રમાણે ભણવા લાગ્યો. ભાગ્યની પ્રબળતાથી પદાનુસારી બુદ્ધિવડે થોડા દિવસમાં તે સર્વ વેદ ભણી ગયો. તે જોઈ સર્વ છાત્ર તેની પ્રશંસા કરવા લાગ્યા. પછી મહાદાનવડે ગુરૂની પૂજા કરી તથા છાત્રોને ખુશી કરી તે પોતાને ઘેર આવ્યા અને પ્રથમની જેમ વેચ્છાએ ભોગ ભોગવવા લાગે પોતાનું બ્રાહ્મણપણું અને વૈદ્યપણું પ્રસિદ્ધ કરી તે પાછો મનુષ્યોને ઉપકાર કરવા લાગ્યા અને પ્રથમની જેમ રાજમાર્ગાદિકમાં ગીત ગાન અને નાટ્યાદિકવડે ક્રીડા કરવા લાગે. તેથી આખા નગરમાં સુવર્ણ અને રત્નાદિકના મહાદાનવડે પ્રસન્ન થયેલા અથીઓએ તેનું બ્રહ્મવૈશ્રવણ નામ પાડવાથી તે નામે તે પ્રસિદ્ધ થયો. તે રાજકુમાર સંબંધી પહશેષણાને સાંભળતા હતા, પણ રાજ્ય અને કન્યાના લેભથી આ રાજપુત્રને આરામ કરવા આવ્યા છે એમ કે શંકા કરે તેથી તે રાજાની પાસે ગયે નહીં અને પડહને પણ છખ્યો નહીં. તેને જોઈને નગરજને ક૯૫ના કરતા હતા કે-“શું આ દેવ છે? ના, તે તે પૃથ્વીને સ્પર્શ કરે નહીં. ત્યારે શું અશ્વિનીકુમાર છે? ના, તે એકલા ફરે નહીં. ત્યારે શું મનુષ્યની જેવા ધર્મવાળે કુબેર છે?ના, આ તો તેનાથી પણ અદ્ભુત ભાગ્યવાન છે. ત્યારે આ કોણ હશે? એષધ, દાનની લીલા અને બીજા સર્વ ગુણો તથા કળા આનામાં જે જે છે, તે બીજામાં સાંભળ્યા કે જોયા નથી. પહેલાં આવા ગુણવાળો તો એક શબર જે હતું, તે હમણાં દેખાતા નથી. તે શું શક્તિવડે બીજા રૂપને ધારણ કરનાર આ તેજ 1 દાઢી મૂછ હેવાથી તે મનુષ્યધમ કહેવાય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust