________________ (230 ) જયાનંદ કેવળી ચરિત્ર. નથી.” એમ વિચાર કરી ગૌરવ સહિત તે શ્રેષ્ઠ વણિકે ભિલરાજને કહ્યું કે-“હે ભાઈ ! તમારી ઈચ્છા પ્રમાણે મારા ઘરની મનહર ચિત્રશાળા ગ્રહણ કરે. ગુણને વિષે જ ખરી પવિત્રતા રહેલી છે, જાતિને વિષે શુચિ અશુચિપણું કાંઈ છે જ નહીં.” ત્યારપછી તે ભિલ પ્રિયા સહિત તેની ચિત્રશાળામાં સુખે રહ્યો. તેને ઘરની સર્વ સામગ્રી તે શ્રેષ્ઠીએ રત્નોવડે આપી. ત્યા વસતો તે ભિલ્લ રોવડે સર્વ મનોરથ પૂર્ણ કરતો મનને અનુકૂળ, નવી પરણેલી, અતિ સ્નેહવાળી અને રંભાથી પણ અધિક રૂપવાળી તે પત્નીની સાથે ઇંદ્રની જેમ સુખભેગ ભેગવવા લાગ્યા તથા દિવ્ય ઔષધાદિકવડે લેકેના વિવિધ રોગોને હરણ કરવા લાગ્યા. પ્રિયા સહિત પોતે શબર વૈદ્ય તરિકે પ્રસિદ્ધ થયો. તે માટે ઉપકાર કર્યા છતાં પણ કોઈની પાસેથી કાંઈ પણ દ્રવ્ય લેતે નહોતા. પોતે વિણા વગાડત, પત્ની પાસે ગાયન ગવરાવત, ગાયકો પાસેથી કાનને અમૃત સમાન ગીતો સાંભળતો અને નટીના સમયે પાસે નૃત્ય કરાવતા તથા તેમને અનર્ગળ દાન આપતો અને વિલાસ કરતો હતો. હર્ષ પામેલા જનેએ તેનું શબર વૈશ્રવણ નામ પાડયું. પુરજનો અને બીજાઓના મધ્યમાં પોતાના આશ્ચર્યકારક ચરિત્રવડે તે નામથી પ્રસિદ્ધિ પામેલ જયાનંદ સ્વેચ્છાએ સર્વત્ર વિલાસ કરવા લાગ્યા. * એકદા તે નગરના ઉદ્યાનમાં કંઈક ઉત્તમ બ્રાહ્મણ ઘણા છાત્રોને ભરતેશ્વરના કરેલા આર્યવેદ ભણાવતો હતો, તે જોઈ મહાબુદ્ધિમાન તે ભિલને તે વેદો ભણવાની ઈચ્છા થઈ. પરંતુ “બ્રાહ્મણ વિના તે બીજાને વેદાધ્યયન કરાવતે નથી'એમ જાણીને કાંઈકમિષથી ગૃહપતિની રજા લઈ, તેની ગૃહસામગ્રી સર્વ પાછી આપી પિતાની પ્રિયા સહિત રાત્રે નગરમાંથી બહાર નીકળી ગયે; અને બહાર ઉદ્યાનમાં રાત્રી નિર્ગમન કરી પ્રાત:કાળે પિતાનું બ્રાહ્મણ રૂ૫ અને પ્રિયાનું બ્રાહ્મણનું રૂપ કર્યું. સ્ત્રીને તેમ કરવાનું કારણ કહ્યું. પછી મધ્યમ રૂપ૧ ભિલારૂપધારી કુબેર. . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust