________________ નવન: સર્ગ: - - જે પાપબુદ્ધિના સમૂહ સહિત વિઘના સમૂહને દૂર કરે છે, જે વાંછિત અર્થની શ્રેણિ આપવા સહિત પ્રીતિને પમાડે છે, તથા જે સૌભાગ્ય અને અભ્યદય સહિત અધિક નીગતાને આપે છે, તે શ્રી પાર્શ્વનાથ સ્વામીને મહિમા તમને સંપત્તિ આપે. . હવે શ્રી જયાનંદ કુમાર વિજ્યસુંદરી પ્રિયા સહિત પત્યેકપર આરૂઢ થઈ આકાશમાર્ગે કમલપુર નગરે ગયા. ત્યાં ઉદ્યાનમાં કેઈ ઠેકાણે પયંકને ગુપ્ત કરી બુદ્ધિના નિધાન એવા તે કુમારે પોતાનું કાંઈક મનહર એવું ભિલનું રૂપ કર્યું અને પોતાની પ્રિયાને મને હર રૂપવાળી ભીલડી બનાવી. પછી ઘણી ઔષધિનો સમૂહ એકઠા કરી તેની ગાંસડી ઉપાડી સારા અલંકારને ધારણ કરતા તેણે વસ્ત્ર અને આભરણથી ભૂષિત એવી પ્રિયાની સાથે પુરની સમૃદ્ધિથી વિસ્મય પામતા તેનગરમાં પ્રવેશ કર્યો. તેમાં કોઈ મહેભ્યનું વિશાળ મંદિર જોઈ ત્યાં રહેવા માટે ભાડાવડે તેની પાસે ચિત્રશાળા માગી. મહેન્ચે તેને પૂછયું કે-“તું કેણ છે અને કયા પુરથી આવ્યો છે?” તે બોલ્યો કે-“હું ભિલ્લ છું, સર્વ ઔષધાદિક જ ણનાર વૈદ્ય છું, કેતુકને લીધે પ્રિયા સહિત વિવિધ દેશાંતરમાં ભમતો ભમતો આ સમૃદ્ધિવાળા નગરમાં આવ્યો છું, અને અહીં રહેવાની ઈચ્છા થવાથી રહેવા માટે સ્થાન માગું છું.”તે સાંભળી ક્રોધ પામેલે તે ગૃહસ્વામી બોલ્યા કે “અરે ! તું ભિલ્લના પાડામાં જા, ભિલ તે અપવિત્ર છે, તું અજાણ્યા મારા ઘરમાં કેમ પેઠે?” તે સાંભળી ભિલે તેને લક્ષ રૂપિયાના મૂલ્યવાળું એક રત્ન ભાડાને માટે આપીને કહ્યું કે-“તે થોડા દિવસ અહીં રહેવાને છું.” તે રત્ન જોઈ વિસ્મય અને આનંદ પામેલા ગૃહસ્વામીએ વિચાર કર્યો કે-“શું આ સાક્ષાત્ કુબેર છે કે વિદ્યાધર છે કે કઈ રાજા છે? આવી દાનલીલા તે બીજે કઈ ઠેકાણે દેખાતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust