________________ (228), જયાનંદ કેવળી ચરિત્ર. શરૂ રાખ્યો. એકદા મારા મામાએ મને પ્રેમથી તેડાવી ત્યારે હું ત્યાં જઈ થોડા દિવસ રહી હતી. તે વખતે મેં આ સર્વ વૃત્તાંત જાણ્યા હતો. વળી કમળસુંદરી પ્રેમને લીધે મારા અને પિતાના એકજ પતિને ઈચ્છતી હતી, પરંતુ ભાઇના દુઃખને લીધે તે વખતે તે કાંઈ પણ બોલી શકી નહોતી. તેથી હે સ્વામી! તે પુરમાં જઈ મારા ભાઈને સાજો કરી સર્વ લેક સહિત મારા માતૃપક્ષને સુખી કરે. હે પ્રિય! મને નેત્ર આપવાની શક્તિથી આ બાબતમાં પણ તમારું સામર્થ્ય છે એમ મને નિશ્ચય થાય છે. " કલ્પવૃક્ષ ન આપી શકે એવી કઈ વસ્તુ જગતમાં છે?” હે પ્રિય! તમે પોપકાર કરવા ઈચ્છે છે, તેથી તમારે હાથે આ એક મેટ પરોપકાર થશે કેમકે નમ્ર અને ધર્મના સ્વભાવવાળો તે કુમાર સુખી હશે તે પ્રજાને પણ તે સુખી કરશે.” આ પ્રમાણે પ્રિયાનું વચન સાંભળી જયલક્ષ્મીની સાથે પિતાના ભાગ્યની પરીક્ષા કરવાથી જેને હર્ષ પ્રાપ્ત થયા છે એવા તે જયકુમારે કનકપ્રભ નગરે જવાનું અંગીકાર કર્યું. આ પ્રમાણે તપગચ્છના પૂજ્ય શ્રીદેવસુંદર સૂરિના શિષ્ય શ્રીજ્ઞાનસાગર સૂરિ, તેના શિષ્ય શ્રીસેમસુંદર સૂરિની પાટને ધારણ કરનાર ગચ્છાધિરાજ શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રી જયાનંદ રાજર્ષિ કેવલીના ચરિત્રને વિષે આ આઠમે સર્ગ સમાપ્ત થયું. આ સર્ગમાં શ્રી જયાનંદ કુમારને દેશાંતરમાં ફરતાં ગંગદત્ત પરિવ્રાજકને ઉપકાર, જયમાલ ક્ષેત્રપાળને જય, તેણે આપેલી મહિમાવાળી પાંચ મહાષધિની પ્રાપ્તિ, પૂર્વના મંત્રીભવની બે પત્નીઓ કે જે આ ભવમાં રતિસુંદરી અને વિજયસુંદરી થઈ હતી તેમના વૃત્તાંત સહિત ઉત્સવપૂર્વક તેમનું પાણિગ્રહણ, ત્રીજા અણુવ્રત ઉપર લક્ષમીપુંજનું દૃષ્ટાંત, અને કમળસુંદરીના પાણિગ્રહણને પ્રસ્તાવ એટલી હકીકત આવેલી છે. છે ઇતિ અષ્ટમ સગર સમાપ્ત છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust