________________ (232) જયાનંદ કેવી ચરિત્ર. છે કે બીજે છે?” આ પ્રમાણે સર્વ નગરજનોએ કલ્પના કરાતે તે એકદા રાજમાર્ગમાં એક કીડાના સ્થાનભૂત પીઠ પર બેઠો હતો. તે કૌતુકથી વીણા વગાડતો, મિત્રોની સાથે હર્ષવડે ગાતે અને પુરજનોના કર્ણમાં અમૃતની વૃષ્ટિ કરતો રહેલું હતું, તેટલામાં દાસીએના સમૂહમાં રહેલી એક કુન્જા દાસી પાણી ભરવા જતી ત્યાંથી નીકળી, અને ગીતના રસથી આકર્ષાઈ ત્યાં ઉભી રહી. તેણીને જોઈ તે બ્રાહ્મણે પૂછયું કે “તું કોણ છે?” તે બોલી કે–“મહારાણુ ભગવતીની હું દાસી છું.” ત્યારે તેણે ફરીને પૂછયું કે-“તુ કુજા કેમ છે?” તે બોલી–“વાતના દોષથી.” તે બોલ્યો-“હે ભદ્ર! આવા મોટા નગરમાં કોઈએ તારી ચિકિત્સા કરી નહીં ? " તે બોલી-“ઘણું ડાહ્યા વૈદ્યોએ ઘણે પ્રકારે ચિકિત્સા કરી, પરંતુ મંદ ભાગ્યને ગે કોઈ પણ તમારા જેવો મળ્યો નહી કે જેથી મારું કુન્તાપણું દૂર જાય.” તે સાંભળી તેણે તેણીને પોતાની પાસે બેલાવી અને નસોના સમૂહના મર્મસ્થાનોને નિપુણતાથી મુઠીઓ વડે દબાવી દબાવીને તત્કાળ તેને સીધી કરી નાખી. પછી સરલ અંગવાળી થયેલી તે હર્ષ પામીને બોલી કે-“તમારું સ્વરૂપ કઈ જાણી શકે તેમ નથી. પુરજનોના ભાગ્યથી જ તમે અહીં પધાર્યો છે. બે આશ્વનીકુમાર પૈકી એકથી પણ દેવેનું સુસાધ્ય પટુપણું થઈ શકે તેમ છે, એમ ધારી ઇંદ્ર પૃથ્વીનો ઉપકાર કરવાની ઈચ્છાથી તમને એકને અહીં મોકલ્યા લાગે છે. તો હે ભદ્ર! તમે રાજમહેલમાં ચાલે અને રાજપુત્રને શીધ્ર સાજો કરી રાજકુળમાં પૂજ્ય થાઓ. પિરજનેમાં તો પહેલેથી જ પૂજ્ય થયા છે.” બ્રાહ્મણવૈદ્ય બોલ્યો કે–“હે ભદ્રે ! તું જા, રાજકુળમાં આવવાનું માર કાંઈ પ્રયોજન નથી.” - તે સાંભળી તે દાસી પાણી ભરવા જવાનું રહેવા દઈ એકદમ રાણુ પાસે આવી. તેણને જોઈ રાણીએ પૂછયું કે-“તું કેણ છે?” તે બેલી-“હે સ્વામિની! મને તમે ઓળખી નહીં? હું તમારી કુન્બિકા દાસી છું.” તે સાંભળી વિસ્મય પામેલી રાણીએ કહ્યુંઅહો! આ તારી સરલતા કયાંથી થઈ?” તે બોલી “બ્રહ્મશ્રવણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust