________________ વકોએ ગુપ્ત રીતે તેના નેત્રની વ્યથાનું સ્વરૂપ જાણું રાજા પાસે જઈને તે સર્વે કહ્યું. તે સાંભળી ક્રોધાંધ અને નિર્દય રાજા હર્ષ પામ્યા પાપીઓને પાપ સંબંધી પશ્ચાત્તાપ થવો દુર્લભ છે.” વિજય સુંદરી ભિલને આપી તે પહેલાં પિતાના ઈષ્ટ કાર્યમાં વિપ્ત કરનાર થશે એવી શંકાથી રાજાએ તે કન્યાની માતા કમળાને કેઈ કાર્યના મિષથી કોઈ ઠેકાણે મોકલી હતી. તે આ અવસરે પતાને ઘેર આવી, ત્યારે તેણે દાસીના મુખથી પુત્રીનું સર્વ વૃત્તાંત સ્પષ્ટ રીતે સાંભળી અતિ દુઃખથી મૂછ પામી. કેટલેક વખતે દાસીઓના યોગ્ય ઉપચારથી તે સાવધાન થઈ, ત્યારે ઘણે વિલાપ કરી અતિ ઉત્કંઠાથી બે દાસીઓને સાથે લઈ પુત્રીને જેવા ગુપ્ત રીતે જ દેવકુળમાં ગઈ. દૂર રહીને પણ તેનું તેવું સ્વરૂપ જાણું ઉત્કટ દુઃખ અને ક્રોધથી વ્યાકૂળ થઈ રાજા પાસે આવી તે બોલી કે-“હે રાજન ! સર્વલેકવિરૂદ્ધ અકાર્ય કરનાર દુષ્ટ મતિવાળા તમને ધિક્કાર છે. ચંડાળ પણ પિતાની સંતતિ ઉપર આવું અકૃત્ય કરે નહીં, એવું અકૃત્ય કરી તમે મારી પુત્રીની બીજી વિડંબના તો કરી, પરંતુ અંધ શા માટે કરી ? યથાર્થ વચન બોલે નારી તેણીએ શે અન્યાય કર્યો હતો? આવું સર્વનિંદ્ય કર્મ કરવાથી તમે નરકમાં પડશે, અને હું તે પેટમાં છરી મારીને હમણાંજ મરૂં છું” એમ કહી તેણે પોતાના ઉદરમાં છરી મારવા લાગી, ત્યારે રાજાએ તેણીના હાથમાંથી છરી ઉડાડી નાંખી. અને કહ્યું કે –“હે સુંદરી! સાંભળ. તે વખત હું ક્રોધથી અંધ થયો હતો, તેથી મેં એવું અકાર્ય કર્યું છે. હમણું તે મંત્રીઓ અને પ્રજાજનોના પગલે પગલે નિંદા તથા આક્રોશનાં વચનોવડે હું અત્યંત પશ્ચાત્તાપ પામ્યો છું, અને અત્યારે તારાં વચનેવડે વધારે પશ્ચાત્તાપ પામે છું. હવે તેનાં નેત્રો સાજાં કરીશ; કેમકે નેત્રને સાજા કરવાની ઔષધિ પણ મારી પાસે છે. પછી કઈ રાજપુત્રવર સાથે તેને હું પરણાવીશ. કેપથી કે સહસાત્કારથી કરેલું કાર્ય પ્રમાણુરૂપ મનાતું નથી. આ પ્રમાણે રાજાએ “આ દુઃખિણીની રાત્રિ કેઈપણ પ્રકારે જાઓ.’ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust