________________ આઠમે સર્ગ. ( 219) આ પ્રમાણે તે બિલકુમાર વિચાર કરતા હતા, તેટલામાં રાજાએ આપેલા વિષયુક્ત તાંબૂલનું ભક્ષણ કરેલું હોવાથી રાજપુત્રીનાં નેત્રોમાં તીવ્ર વેદના થવા લાગી. તેથી તેણીએ સિદ્ધપતિને કહ્યું કે “હે સ્વામી! મારા પિતા રાજા પાસે એવી જાતનું વિષ છે કે જે ખાવાથી ત્રણ પહોરે નેત્રોનો નાશ થાય. આ વિષ વિશ્વાસુ વેરીઓને દેવામાં આવે છે. તે વિષ તેણે મને તાંબૂળમાં આપ્યું છે, એમ મેં તેનું ભક્ષણ કરતી વખતે રાજાની કેપયુક્ત ચેષ્ટાથી તથા મુખની આકૃતિ પરથી જાણ્યું હતું. તેપણ આ પિતાને પ્રસાદ છે એમ માની મેં તે ભક્ષણ કર્યું, કેમકે મનુષ્યને શુભાશુભ કર્મ જ શુભાશુભ બુદ્ધિ આપે છે. તે વિષના પ્રભાવથી મારા લંચનમાં અત્યંત વ્યથા થાય છે, તેથી હું માનું છું કે મારાં નેત્રો નષ્ટ થઈ જશે. મારા વિપરીત દેવને ધિક્કાર છે, કેમકે નેત્ર જવાથી તમારી સેવા કરવાને મારો મનોરથ શી રીતે પૂર્ણ થઈ શકશે ? તમને હું ઉલટી ભારરૂપ થઈ પડીશ. નેત્ર વિનાનું જીવિત પણ શા કામનું?” આ પ્રમાણે કહીને નેત્રની અત્યંત વ્યથા વધવાથી અતિ દુ:ખી થયેલી તે તિર્યંચને પણ રેવરાવતી રોવા લાગી. આ વિજય સુંદરી પૂર્વભવમાં મંત્રીની પત્ની હતી ત્યારે એકદા તે એક મુનિને ભિક્ષા આપતી હતી, તે વખતે મુનિએ કહ્યું કે “આ આહાર દોષવાળો છે, શુદ્ધ (સૂજતો) નથી.” ત્યારે તેણુએ આક્રોશથી કહ્યું હતું કે - હે અંધ ! દિવસને વિશુદ્ધ પ્રકાશ છતાં આ અન્ન સૂજતું નથી એમ બેલે છે, તો તમને ભિલ્લને આપી દેવા જોઈએ.આવું વચન બોલી તેણીએ જે અશુભ કર્મ બાંધ્યું હતું તે તેણીએ તે જ ભવમાં તપસ્યા અને પશ્ચાત્તાપ વિગેરેવડે ઘણું તે ખપાવ્યું હતું, પણ તેને કાંઈક અંશ બાકી રહેલે, તેને દુષ્ટ વિપાક અત્યારે ઉદયમાં આવવાથી ભિલ્લરૂપ પતિનું અતિ દુઃખદાયક સ્ત્રીપણું પ્રાપ્ત થયું, અને પિતાના આપેલા વિષથી નેત્રની દુસહ વ્યથા પણ થઈ. “વચન માત્રથી પણ કરેલી મુનિની આશાતના આ પ્રમાણે અતિ દુ:ખદાયક થાય છે.” * તે વિજયસુંદરીનું સ્વરૂપ જાણવા માટે રાજાએ મોકલેલા સે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust