________________ વસથામાં અને અશુભ પણ ન થઈ કે આ સર્ગ, (રર૧ ) એમ ધારી તે રાણીને આશ્વાસન આપ્યું. તે પણ કાંઈક નિવૃત્તિ પામીને સૂતી. અહીં દેવકુળમાં રહેલી તે રાજપુત્રી તત્કાળ અંધ થઈ, એટલે તે પોતાના ઉપાર્જન કરેલા કર્મને નિંદતી દુઃખથી વિલાપ કરવા લાગી કે–“મેં પૂર્વભવમાં શું જિનેશ્વરની વિરાધના કરી હશે ? કે શું જિતેંદ્રિય ગુરૂની નિંદા કરી હશે? કે શું સંઘની અવજ્ઞા કરી તેને ઉપદ્રવ કર્યો હશે કે જેથી આ પ્રમાણે હું દુ:ખનું પાત્ર થઈ. હા હા પિતા! તમે મને શા માટે ઉત્પન્ન કરી? હા હા માતા! તમે મને શા માટે પાળી પોષીને મટી કરી ? શા માટે હું બાલ્યાવસ્થામાં મરણ ન પામી કે જેથી પૂર્વભવના કરેલાં કુકર્મવડે હું આ પ્રમાણે સુખ અને ધર્મથી રહિત એવી દશાને પામી ? હે વિધાતા ! ભરતાદિક મોટા સુભટોને પણ તે પરાભવાદિક ઘણું દુઃખો આપ્યાં છે. તેનાથી પણ શું તને તૃપ્તિ ન થઈ કે જેથી કૃપાને ઉચિત એવી આ અબળાને તે આવી વિડંબના કરી?” - આ રીતે વિલાપ કરતી તેને જે તે બિલના હૃદયમાં કૃપા ઉત્પન્ન થઈ, તેથી તેણે ગિરિમાલિની દેવી પાસેથી પ્રાપ્ત થયેલી ઔષધિના જળવડે તેણીનાં નેત્રો તત્કાળ સાજાં કર્યો. તેનાથી બાધા રહિત દિવ્ય નેત્રવાળી થયેલી તે હર્ષથી બોલી કે-“હે પ્રિય ! આ કર્મ વડે તમે કઈ મહા પ્રભાવવાળા જણાઓ છે. યત્નથી આરાધેલા દેવોથી પણ આવું કાર્ય દુ:સાધ્ય છે, તે તમે કરી બતાવીને આ દાસીને જન્મપર્યત તમારી સેવા કરવાને સમર્થ બનાવી છે.” તે સાંભળી ભિલ્લ બે કે-“કાષ્ઠને માટે પર્વતના શિખર પર ભમતાં મેં એક વૃદ્ધ ભિલ્લઘના ઉપદેશથી આ જાણીતા પ્રભાવવાળી મહા ઔષધિ કઈક લતાના ગુચ્છમાંથી પ્રાપ્ત કરી હતી, તેણે મને બતાવેલા ચિન્હોથી ઓળખીને મેં વિધિ પ્રમાણે તે ગ્રહણ કરી અને ઘણું કાળ સુધી ગુપ્ત રીતે રાખી. તે આજે વિશ્વમાં શ્રેષ્ઠ ગુણાએ કરાને શોભતી એવી તને લોચન આપવાથી સફળ થઈ. પરંતુ હે ભદ્ર! હું નિધન કુરૂપ તથા કુળ, જાતિ અને ગુણ રહિત છું, તેથી તારા જેવી મેટા રાજાની પુત્રીના ભર્તારપણાને હું લાયક નથી. રૂપથી અપ્સ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust