________________ (182) જયાનંદ કેવળી ચરિત્ર. વિગેરે સર્વ પ્રથમની જેમ કર્યું, અને હર્ષ પામેલી તેણુએ તે કુંચી પણ રતિસુંદરીના શરીરપર જ્યાં જેમ હતી તેમજ ગોપવી દીધી. ત્યારપછી કેટલેક વખતે નિદ્રા રહિત થઈ ચૈતન્ય પામેલી રતિસુંદરી ઉભી થઈ, તે વખતે કુંચી અને તાળું વિગેરે પ્રથમનીજ જેમ જોઈ તે કાંઈ પણ શંકા પામી નહીં. ‘ધૂત જનથી કોણ ન ઠગાય?’, ' . . . . - * બીજે દિવસે કુમાર દેવપૂજાને સમયે જિનપ્રતિમાની પૂજા કરી પૂજવાને માટે તે એષધિને જોવા લાગ્યા, ત્યારે તેને નહીં જોઈને શંક પામેલા તેણે પિતાની પ્રિયાને પૂછયું. તે વખતે ચક્તિ થયેલી તે ચતુર રતિસુંદરીએ માતાનું તે કર્મ જાણું કહ્યું કે–“હે પ્રિય! અહીં કોઈ બીજા મનુષ્યને પ્રવેશ થતો નથી અને કુચી પણ બીજા કેઈ ઠેકાણે મૂકતી નથી, પરંતુ ગઈ કાલે મારી માતાએ આપેલી મદિરાને લીધે હું ચેતના રહિત થઈ ગઈ હતી, તે વખતે કદાચ મારી માતાએ કાંઈક કપટ કર્યું હોય તો તે હું જાણતી નથી; પરંતુ તેણીની તેવી ચેષ્ટા તે મેં જોઈ હતી.” એમ કહી તેણુએ ધનેપાયના પ્રશ્નાદિ સર્વ વૃત્તાંત: પતિને કહી બતાવ્યો. તે સાંભળી તે ઔષધિ તેની માતાએ જ ગ્રહણ કરી છે” એમ કુમારે પણ માન્યું. પછી કુમારે અવસરે ઔષધિની શુદ્ધિ માટે સાસુને પૂછ્યું, ત્યારે તે હાથવડે કાન ઢાંકીને બેલી કે-“અરે ! પાપ શાંત થાઓ ! પાપ શાંત થાઓ ! હે મનોહર ! તમારી તરફથી દાન અને માન મળવું તો દૂર રહ્યું, પરંતુ મારા આત્માને આવા અન્યાયને માર્ગે ન જોડે. (અન્યાય કરનારી ન જાણે.) રાજા અને તમે સર્વ ઈષ્ટ વસ્તુ પૂરી પાડનાર છે, છતાં હું શામાટે ચોરી કરૂં ? મારા પરિવારમાં પણ કેઈ ચેરીના નામને જાણતું નથી. વળી બીજું કઈ માણસ દેવગ્રહની પાસે પણ જતું નથી. જે તમને કાંઈ પણ શંકા હોય તે તેની સંભાળ રાખનાર તમારી પ્રિયાને જ પૂછે.” આવાં તેણુનાં વચન સાંભળી જયકુમારે વિચાર્યું કે “આ દુષ્ટ ચેષ્ટાવાળીને ધિક્કાર છે કે જે ક્રોધથી પોતાની પુત્રી ઉપર પણ દોષનો આરોપ કરે છે. આ દુષ્ટ બુદ્ધિવાળી કાંઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust