________________ આઠમે સર્ગ. (181 ) કૌતુક છે.” ત્યારે તેણીએ કહ્યું કે-“આપણું સર્વ વાંછિત તે પૂરે છે, તો પછી આપણે તે પૂછવાની શી જરૂર છે?” તે સાંભળી રતિમાળા ક્રોધથી બેલી કે-“હે દુષ્ટ પુત્રી ! તને કુક્ષિમાં ધારણ કરીને વૃદ્ધિ પમાડી, તો આટલું પણ પોતાની માતાનું મૈતક પૂર્ણ કરતી નથી ? તે સાંભળી કૃતજ્ઞ અને સરળ સ્વભાવવાળી રતિસુંદરીએ દાક્ષિણ્યતાથી કહ્યું કે-“હે માતા! તેની પાસે નિરંતર રહેવાથી હું જેટલું જાણું છું તેટલું કહું છું કે-મારા પતિએ ગુપ્ત ઘરમાં ઘરદેરાસર કર્યું છે, તેમાં દેવપૂજા કરીને તે ઘણું રત્નો લઈ બહાર નીકળે છે. પછી તેને સંભાળપૂર્વક તાળું દઈ તેની કુંચી મને આપે છે, અને કદાચિત્ દાનભેગથી બાકી રહેલાં રત્ન પણ રાખી મૂકવા મને આપે છે; કદાચિત્ તે રત્નોને લઈ બહાર જાય છે અને દાનભેગાદિકમાં તેની ઈચ્છા પ્રમાણે વાપરે પણ છે. આથી વધારે હું જાણતી નથી. તે સાંભળી દેવગૃહમાં કાંઈક ધનને ઉપાય છે એમ ધારી માતા બોલી કે –“તે દેવગૃહ મને એક વાર બતાવ.” પુત્રી બેલી કે“હું જીવતી છું ત્યાંસુધી કેઈપણ રીતે બતાવીશ નહીં.” માતા બોલી–“હે પુત્રી ! એકવાર મને તેની કુંચી આપ.” તે બલી-“હે માતા ! મારા જીવતાં તે તારે મને રથ કદાપિ સિદ્ધ થવાનો નથી. કેઈનું પણ રહસ્ય ભેદવું ન જોઈએ, તે પછી પતિનું રહસ્ય તે શી રીતે જ ભેદાય? હે માતા ! તમે રોષ પામે કે તેષ પામો, પરંતુ હું પ્રાણુને નાશ થતાં સુધી પતિને દ્રોહ નહીં કરું; કારણ કે મેં મારાં પ્રાણ પતિને અર્પણ કર્યા છે. " આ પ્રમાણે પુત્રીને નિશ્ચય જાણ રતિમાલા કાંઈ પણ બોલી નહીં. . ત્યારપછી એકદા કપટ કરવામાં નિપુણ રતિમાલાએ પુત્રીપણે વિશ્વાસ પમાડેલી સરળ સ્વભાવવાળી પિોતાની પુત્રીને ચંદ્રહાસ મદિરાથી મિશ્ર ભેજન કરાવ્યું. તેનાથી તેણીનું ચૈતન્ય નષ્ટ થયું; એટલે તેને પથંકમાં સુવાડી દીધી. પછી તેના શરીર પર શેધ કરતાં તે કુંચી મળી આવી. તે લઈને રતિમાળાએ તાળું ઉઘાડી દેવગૃહમાં જોયું, તે ત્યાં એક દિવ્ય ઔષધિ દીઠી. તે ઔષધિ જ રત્ન આપનારી છે એમ જાણું તેને ગ્રહણ કરી તેનું ગુપ્તપણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust