________________ (100) જયાનંદ કેવળી ચરિત્ર. નૃત્યાદિક પ્રસંગે અથીઓને તથા દીનાદિકને ઈચ્છિત દાન આપી તે કુમાર શ્રેષ્ઠ ધર્મ અને કીર્તિને મેળવતો હતો. કૃત્યને જાણનાર તે પુણ્યશાળી કુમાર દાનની જેમ હમેશાં દેવપૂજા અને ગુરૂવંદન કયો વિના કદાપિ ભજન કરતો નહતો. - હવે તે કુમાર પોતાના મહેલમાં એક ગુપ્ત ઓરડામાં ઘરદેરાસર કરી તેમાં પેલી ઔષધિને ગુપ્ત રીતે રાખી પૂજા કર્યા બાદ તેને તાળું વાસી તેની કુંચી પ્રિયાને આપતો હતો. રતિસુંદરી પણ તે કુચીને પિતાના જીવની જેમ દઢરીતે પોતાના શરીરાદિકમાં ગુપ્ત રીતે રાખતી હતી. તે કુમાર પ્રથમ કહેલા વિધિવડે તે ઔષધિની પૂજા કરી તેની પાસેથી રને પામી ઈચ્છા પ્રમાણે તેને વ્યય કરતો હતો, અથવા કદાચિત્ પ્રિયાને આપતો હતો, કારણ કે તે ડાહી અને પતિને અનુકૂળ હોવિાથી માત્ર શરીરવડે જ જૂદી હતી. રતિમાલા રાણું પણ પુત્રીપરનો નેહને લીધે તથા તેને મહેલ પણ સમીપ હોવાને લીધે હમેશાં તેને ત્યાં આવતી હતી અને વિને દવડે રહેતી હતી. વિશ્વાસુ મનવાળા જમાઈને તે પ્રસન્ન કરતી હતી અને તેના ગામનું ઉઘરાવેલું પુષ્કળ ધન પુત્રીને આપતી હતી. : * આ પ્રમાણે કેટલાક કાળ વ્યતીત થયા પછી એકદા આશ્ચર્ય પામેલી રતિમાલાએ વિચાર કર્યો કે-“આ કુમાર રાજાનું આપેલું ધન ગ્રહણ કરતો નથી, પોતે પણ કાંઈ ઉપાર્જન કરતું નથી, તેમજ પિતાના આઠ ગામની આવકનો હિસાબ પણ પૂછતો નથી, તો ધન માગવાની તે વાતજ કયાંથી ? તેમ છતાં પણ તે દેવની જેમ હમેશાં પુષ્કળ દ્રવ્યનો વ્યય કરી દાન અને ભગવડે વિલાસ કરે છે, તેથી જણાય છે કે કઈ પણ ઠેકાણેથી તેમને અગણિત ધન પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે વિચાર થતાં તેણીએ એકદા કુમારને પૂછયું કે-“ધનની પ્રાપ્તિનો તમારે કો માર્ગ છે?” તેણે જવાબ આપ્યો કે “મને મારા પિતાએ અગણિત ધન આપેલું છે, તથા મેં ઉપાર્જન કરેલું ધન પણ મારી પાસે પુષ્કળ છે.” આ વાત પર શ્રદ્ધા નહીં કરતી તે ધૂર્તાએ એકદા પોતાની પુત્રીને કહ્યું કે-“તારા પતિને ધન પ્રાપ્તિને ઉપાય પૂછીને તું મને કહે કેમકે મને તે બાબતમાં અત્યંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust