________________ આઠમો સર્ગ. 2 (183) ઉપાય કર્યા વિના તે ઔષધિ આપશે નહિ, તેથી રત્નને આપનારી તે ઔષધિને કોઈ ઉપાયથી પાછી ગ્રહણ કરી આ દુછાને શિક્ષા આપું.” એમ વિચારી તે બોલ્યો કે-“હે માતા ! તો હું બીજે ઠેકાણે તે ઔષધિની શોધ કરીશ.” આવાં વિવેકી વચનથી તેણુને પ્રસન્ન કરીને વિદાય કરી. પછી તે કુમાર પિતાને યોગ્ય કાર્ય કરવામાં પ્રવર્તે. - એકદા દેવગૃહમાં હજાર રત્નો સહિત બીજી વાક્ષટુ નામની ઔષધિ મૂકીને ભક્તિપૂર્વક જિનપ્રતિમાની પૂજા કરી તથા તે. ઔષધિને પૂછ કુમાર બે-“હે ઔષધિ ! મને પાંચસો રત્ન આપ.” ત્યારે તે ઔષધિ ઉંચે સ્વરે બોલી કે-“હે વત્સ ! હજાર રત્ન કેમ ગ્રહણ કરતો નથી?” ત્યારે તે બોલ્યો કે-“ઠીક હજાર આપ.” એમ કહી હજાર રત્ન લઈ બહાર નીકળી કુમારે તેને હંમેશના નિયમ પ્રમાણે ઉચિત વ્યય કર્યો અને પ્રથમની જ જેમ દેવગૃહને તાળું દઈ તેની કુંચી પ્રિયાને સાચવવા આપી. આ પ્રમાણે હંમેશાં કરતાં એક દિવસે એકાંતમાં કુમારે પ્રિયાને કહ્યું કે “આ કુંચીને તું એવી રીતે ગોપવજે કે જે તારી માતા જાણી શકે, અને તેથી કદાચ તે ફરીથી કુંચી લઈ દેવગ્રહ જુએ તો તેની તારે ઉપેક્ષા કરવી, એટલે જેવા દેવી, અને જાણે કે તું જાણતી જ નથી એમ તારે દૂર રહેવું.” તે સાંભળી પતિના ચિત્તને અનુસરનારી તેણીએ તે પ્રમાણે જ કર્યું. આ પ્રમાણે હમેશાં રત્નો લઈને જતા તે કુમારને જોઈ. રતિમાલાએ વિચાર કર્યો કે-“અહાઆ કુમારને તે ઉલટી બમણું રત્નોની પ્રાપ્તિ થતી જણાય છે, તે તે ક્યાંથી થાય છે? તેની તજવીજ કરવી જોઈએ. " એમ વિચારી વિસ્મય પામેલી તે ધૂર્તાએ એકદા દેવપૂજાને અવસરે એકાંતમાં ઉભી રહીને કુમાર અને ઔષધિનું ભાષિત સાંભળ્યું. પ્રથમ પોતે ગ્રહણ કરેલી ઔષધિ સાધના વિના નિષ્ફળ થયેલી હોવાથી તેણુએ વિચાર કર્યો કે * માત્ર વાણું બોલવામાં જે ચતુર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust