________________ (17) જયાનંદ કેવળા ચરિત્ર. ( આ પ્રમાણે નૃત્ય ચાલતું હતું, તેવામાં ચંદ્રેશ્વરી દેવીના પ્રભાવથી મણિની બે પુતળીઓ સ્તંભ ઉપરથી નીચે ઉતરીને ચામરવડે તે કુમાર સ્ત્રીને વીંઝવા લાગી. તે જે સર્વ જ વિ સ્મય પામ્યા. રતિસુંદરીએ વિચાર્યું કે–“અહો ! દેવીનાં વચન પ્રમાણે તો થયું, પરંતુ આ તો સ્ત્રી છે તે પતિ કેમ થઈ શકશે ? અથવા તે આમાં કાંઈક માયા જણાય છે. જે હશે તે એની મેળે જણાશે. હમણાં તો આ સ્ત્રીને સારી રીતે (યત્નપૂર્વક) ગ્રહણ કરીને મારે મારી પાસે રાખવી એગ્ય છે.” ત્યારપછી વિજયાએ નિપુણતાથી કમળના તંતુ ઉપર નૃત્ય કર્યું, તેણુને રતિસુંદરીએ કાળીઆના તંતુ ઉપર નૃત્ય કરી જીતી લીધી. તે વખતે જગતને આનંદ આપનાર જય જય શબ્દ થયા, અને હર્ષ પામેલા રાજાએ તેણીને મહાપ્રસાદ આપે. ત્યારપછી રાજાની આજ્ઞાથી રતિમાલા રાણું વિવિધ પ્રકારના ઉત્સવપૂર્વક આનંદમાંજ મગ્ન થયેલી રતિસુંદરીને પિતાના આવાસમાં લઈ ગઈ. તે વખતે રતિસુંદરીની આજ્ઞાથી સાથે રહેલી દાસીએ તે માયા સ્ત્રીની સ્તુતિવડે પ્રશંસા કરતી તેને પોતાની સાથે લઈને ચાલી. તેઓની સાથે કેટલીક ભૂમિ જઈને તે સ્ત્રીરૂપધારી કુમાર સર્પરૂપે તેઓને ત્રાસ પમાડી કુમારરૂપે પિતાને સ્થાને જતો રહ્યો. દાસીપણું અંગીકાર કરી દંડને ધારણ કરી આગળ ચાલતી વિજયાને રતિમાલાએ પોતાના મહેલ સુધી લઈ જઈને મુક્ત કરી. - દાસીઓ પેલી માયા સ્ત્રીને ચોતરફ જેવા લાગી; પણ તેને કઈ ઠેકાણે પત્તો નહીં લાગવાથી તેમણે તે સ્વરૂપ રતિસુંદરીને જણાવ્યું. તે સાંભળી દુ:ખથી પીડિત થયેલી તેણીએ પ્રતિજ્ઞા કરી કે તે સ્ત્રીને જોયા વિના હું ભજન કરીશ નહીં.” આવી તેણીની પ્રતિજ્ઞાથી તે સર્વ દાસીઓ આકૂળવ્યાકૂળ થઈ ગઈ. રતિમાળા તથા સર્વ દાસીઓએ અત્યંત આગ્રહ કર્યા છતાં પણ રતિસુંદરીએ ભેજન કર્યું નહીં. ત્યારે દાસીઓએ તે વાત રાજાને જણાવી. તે સાંભળી. વ્યાકૂળ થયેલા રાજાએ પણ પોતાના સેવક પાસે સમગ્ર નગરમાં તે માયાસ્ત્રીની શોધ કરાવી. શોધ કરતાં ત્રણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust