________________ 'આઠમો સર્ગ, . (177 ) દિવસે ગયા તે પણ તેને પત્તો લાગે નહીં. “અછતું રૂપ કયાંથી પ્રાપ્ત થાય?” * ' આખરે ભજનનો ત્યાગ કરનારી, પિતાને વિષે એકાંત રાગવાળી અને જીવિતના સંદેહને પામેલી તે રતિસુંદરીને સાંભળી દયાળુ કુમાર પૂર્વભવના નેહથી અને તેણીને જીવાડવાની ઈચ્છાથી પ્રથમની જેવું સ્ત્રીરૂપ ધારણ કરી તેણીના ઘર પાસે ફરવા લાગ્યા. તે માયાસ્ત્રીને જોઈ તત્કાળ ઓળખી દાસીઓ તેને બહુમાનથી રતિસુંદરીના મહેલમાં લઈ ગઈ. કોઈક દાસીએ શીધ્રપણે આગળથી જઈ હર્ષથી રતિસુંદરીને વધામણી આપી. તે સાંભળી આનંદયુક્ત થયેલી તેણીએ તે દાસીને પિતાનાં શરીરનાં સર્વ અલંકારે આપી દીધાં. પછી હૃદયમાં હર્ષ અને સ્નેહથી વ્યાપ્ત થયેલી રતિસુંદરી ઉ. કંઠા સહિત તેની સન્મુખ ગઈ. દ્વારમાં આવેલી તે માયા સ્ત્રીને જોઈ રતિસુંદરી હષથી તેના પગમાં પડી બોલી કે–“હે સખી! તમે ભલે પધાર્યા. મને જીવિત આપનાર હે હેન! આવો, આવો, આજે મારાં ભાગ્ય જાગ્રત થયાં કે જેથી તમે મારાપર અનુકંપા કરી.” એમ કહી તેને ઘરમાં લઈ જઈ હર્ષથી પúકપર બેસાડી ધર્મશાસ્ત્ર તથા કળાના વિદવડે તેને પ્રસન્ન કરવા લાગી. પછી પોતાને હાથે તેને સ્નાન કરાવી ભક્તિ અને નિપુણપણાથી અમૃત જેવા ઉત્તમ આહારનું ભોજન કરાવી પોતે ભોજન કર્યું. પછી તેણીએ ભક્તિથી પ્રાર્થના કરીને તે માયાસ્ત્રીને પોતાને ઘેર રાખી. માયાસ્ત્રી પણ પૂર્વ ભવના મેહથી ત્યાંજ રહી. પછી તે કૃત્રિમ અને અકૃત્રિમ બને સ્ત્રીઓ પ્રીતિની વૃદ્ધિથી ધર્મ, અર્થ અને કામના શાસ્ત્રાદિકને અનુસરતા વિદવડે પરસ્પર પ્રેમ ઉપજાવવા લાગી. અને તેના અદ્વિતીય સુખવડે કેટલાક દિવસો તેમણે વ્યતીત કર્યો.. એકદા સામુદ્રિક શાસ્ત્રમાં નિપુણ એવી રતિસુંદરીએ વિચાર કર્યો કે, “અહો! આનાં સર્વ અંગેનાં લક્ષણ એવાં છે કે જેથી તેને ચકવતીની લક્ષમી પ્રાપ્ત થવી જોઈએ; પરંતુ તે લક્ષમી સ્ત્રીપણામાં તો પ્રાપ્ત થવી અસંભવિત છે. વળી એની ગતિ, ચેષ્ટા અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust